મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ગરીબો અને અબોલ જીવો માટે વિવિધ સેવાકાર્યો કરાયા

- text


મોરબી : ગત તા. 3ના રોજ મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ કોરોના સંક્રમણ અને ઉનાળાની અસહ્ય ગરમીમાં પણ અનુકંપા, દાન અને જીવદયાના પ્રોજેક્ટ રૂપે કરી રહ્યા છે. આ પ્રોજેક્ટમાં લીડરની બે ટુકડી પાડવામાં આવી છે. જેમાં મોરબી -2માથી લીડર મેમ્બર ઘરમાં પડેલ જુના કપડા અથવા બિન ઉપયોગી કપડા, ચાદર, સાડી, ડ્રેસ જે વસ્તીઓ હોય તે ભેગા કરીને યદુનંદન ગૌશાળામાં વસતા મેન્ટલ, અપંગ તથા જરૂરિયાતમંદ લોકોને આપી ગરીબોની અંતરના આશિષ લઈ ધન્યતાની અનુભૂતિ કરેલ હતી. આ ઉપરાંત, મોરબી-1ના લીડર યદુનંદન ગૌશાળામાં રહેતી અંધ, અપંગ ગાયોને લીલો ચારો ગદબ નાખી મુંગા અબોલ પશુઓની જઠરાગ્નિની દુઆ લઈ પુણ્યનું ભાથું બાંધેલ હતો. આ લીલોચારો, ગદબના દાતા બનવાનો ક્લબ મેમ્બર પ્રજ્ઞાબેન ગોસ્વામીએ લાભ લીધેલ છે.

- text

આ પ્રોજેક્ટમાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, હેન્ડ ગ્લોઝ તથા ડ્રેસકોડ પિન્ક કલરનો રાખી પૂરેપૂરા પ્રોટોકોલ સાથે કામગીરી કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટમાં જોઇન્ટ સેક્રેટરી જ્યોતિબેન વિઠ્ઠલપરા, સંધ્યાબેન રાવલ, ખ્યાતિબેન રૈયા, પ્રજ્ઞાબેન ગોસ્વામી, પુનિતાબેન છૈયા, ચેતનાબેન પંચાલ તથા ગીતાબેનએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. ક્લબ પ્રમુખ પ્રીતિબેન દેસાઈ તથા વેસ્ટ સેક્ટર કોડિનેટર શોભના બા ઝાલાએ ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

- text