મોરબીમાં ટેકાના ભાવે કપાસની ખરીદી માટે હવે એક જ મોબાઈલ નંબર પર રજીસ્ટ્રેશન કરી શકાશે

- text


ખેડૂતોનું રજિસ્ટ્રેશન ઘટતા ત્રણ મોબાઈલ નબરમાંથી બે નંબર બંધ કરી એક નંબર ચાલુ રખાયો

મોરબી : મોરબી નજીક.પીપળીયા ચાર રસ્તા પાસે સીસીઆઈ દ્વારા ચાલતી ટેકાના ભાવે કપાસની ખરીદી માટે હવે એક જ મોબાઈલ નંબર ઉપર ખેડૂતો રજિસ્ટ્રેશન કરાવી શકશે. જેમાં ખેડૂતોનું રજિસ્ટ્રેશન ઘટતા ત્રણ મોબાઈલ નબરમાંથી બે નંબર બંધ કરી એક નંબર ચાલુ રખાયો છે.

- text

મોરબી અને માળીયાના ખેડૂતોના કપાસની ટેકાના ભાવે ખરીદી કરવા માટે સીસીઆઈ દ્વારા પીપળીયા ચાર રસ્તા પાસે ટેકાના ભાવે કપાસની ખરીદી કરવા માટે કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ટેકાના ભાવે કપાસની ખરીદી માટે ખેડૂતના રજિસ્ટ્રેશન માટે ત્રણ મોબાઈલ નબરો જાહેર કરવામાં આવ્યા હતા. પણ ધીરે-ધીરે ખેડૂતોનું રજિસ્ટ્રેશન ઘટતા થોડા દિવસો અગાઉ ત્રણ મોબાઈલ નબરમાંથી એક નંબર બંધ કરી દેવાયા બાદ હવે બીજો મોબાઈલ નંબર પણ બંધ કરી દેવાયો છે અને એક મોબાઇલ નંબર ચાલુ રખાયો છે. જેમાં હવેથી 90990 58890 મોબાઈલ નંબર ઉપર ખેડૂતો દરરોજ સવારે 8 થી 12 વાગ્યા દરમિયાન રજિસ્ટ્રેશન કરી શકશે અને બાકીના બે મોબાઈલ નબરો ઉપર રજિસ્ટ્રેશન થઈ શકશે નહીં. જ્યારે અત્યાર સુધીમાં 45 જેટલા ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. બાકી રહી ગયેલા ખેડૂતોને આ એક મોબાઈલ નંબર ઉપર રજિસ્ટ્રેશન કરાવવા અપીલ કરવામાં આવી છે.

- text