સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની MA ઓલ સેમ તથા M.Com સેમ-4ના કેન્દ્રોમાં ફેરફાર

- text


મોરબી : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવામાં આવનાર એમ.એ. (ઓલ સેમ.) તથા એમ.કોમ. સેમ.-4ની એક્સ્ટર્નલ પરીક્ષા કે જે આગામી તા. 25 જૂનના રોજ જે તે જીલ્લા કેન્દ્ર મથકો ઉપર લેવામાં આવનાર હતી. તેમાં સુધારો કરતા આ બાહ્ય પરીક્ષાઓ તાલુકા મથકો પર લેવામાં આવનાર છે. એમ.એ. (ઓલ) /એમ.કોમ. સેમ.-4 પરીક્ષા કેન્દ્રોમાં વિદ્યાર્થી પોતાના રજીસ્ટર લોગ ઇન-આઈ.ડી. પરથી આગામી તા. 8 જૂન સુધીમાં પરીક્ષા કેન્દ્રમાં સુધારો કરી શકશે. તેમ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

- text