માળીયા CCI કેન્દ્રના કર્મચારીને જાનથી મારી નાખવાની ધમકી

- text


રવિરાજ ઇન્ડસ્ટ્રી દ્વારા પોલીસ બંદોબસ્તની માંગ

માળીયા (મી.) : માળીયા (મી.)માં આવેલ રવિરાજ ઇન્ડસ્ટ્રી દ્વારા કોટોન કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના કર્મચારીને ધાક-ધમકી તથા જાનથી મારી નાખવા અને CCIના સેન્ટરના કામમાં રૂકાવટ બાબતે માળીયા (મી.) પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવેલ છે. જેમાં CCI કેન્દ્ર માટે પોલીસ બંદોબસ્તની માંગ કરવામાં આવેલ છે.

- text

પીપળીયા ચાર રસ્તા પાસે રવિરાજ જીનમાં કોટોન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનું CCIનું સેન્ટર ખોલવામાં આવ્યું છે. જીનમાં કોટોન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના કર્મચારી તિલોકરામ પારઘી દ્વારા ખેડૂતોનો કપાસ ખરીદવામાં આવે છે. ગત તા. 30ના રોજ બપોરે અંદાજે 2 થી 2.30 વાગ્યે તિલોકરામ પારઘી કપાસની ખરીદી કરતાં હતા ત્યારે અજાણ્યા વ્યક્તિ જીનમાં આવીને કોટોન કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના જનરલ મેનેજર સાથે ફોન પર ગેરવર્તન કર્યું હતું. અને તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બાબતે જિનિંગ માલિકને જાણ કરતાં જીનીગ માલિકે મહેન્દ્રભાઈ પટેલ માળીયા પોલિસ ચોકીમાં ફોન કરતાં મથકમાંથી રૂબરૂ ફરિયાદ લખાવા જણાવાયું હતું. ઉલ્લેખનીય છે કે આ અજાણ્યા વ્યક્તિનું ગેરવર્તન જીનીંગ મિલના સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થયેલ છે. હાલ પોલીસ બંદોબસ્તની માંગણી કરવામાં આવી છે.

- text