પીપળીયા ચાર રસ્તા સીસીઆઈ કેન્દ્રમાં કપાસ ખરીદીની ક્ષમતા વધારવા રજુઆત

- text


મોરબી, માળીયા તાલુકા સરપંચ એસોસિએશન અને ગુજરાત કિશાન સંગઠન દ્વારા મુખ્યમંત્રીને રજુઆત

મોરબી : મોરબી નજીક માળીયા તાલુકાના પીપળીયા ચાર રસ્તા પાસે સીસીઆઈ દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદીનું કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યું છે. જેમાં માર્યાદિત ખેડૂતોના કપાસની ખરીદી થતી હોય અને ઘણા ખેડૂતો વંચિત રહી જતા હોવાથી ચોમાસા પહેલા ખેડૂતોના ઘરમાં રહેલા તમામ કપાસની ખરીદી થાય એ માટે ખરીદીની ક્ષમતા વધારવાની માંગ સાથે મોરબી અને માળીયા તાલુકા સરપંચ એસોસિએશન તેમજ ગુજરાત કિશાન સંગઠન દ્વારા મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને રજુઆત કરવામાં આવી છે.

- text

રજુઆતમાં જણાવ્યું હતું કે મોરબી નજીક આવેલા પીપળીયા ચાર રસ્તા પાસે સીસીઆઈ દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદીનું કેન્દ્ર શરૂ કરીને ખેડૂતો પાસેથી કપાસની ખરીદી કરવામાં આવી રહી છે. જોકે હાલ આ સીસીઆઈ ખરીદ કેન્દ્રમાં દરરોજ 4900 થી 5500 જેટલા ખેડૂતો.પોતાના ઘરમાં રહેલા કપાસની વેચવા માટે અગાઉ જાહેર કરેલા મોબાઈલ નબરો ઉપર રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે. તેની સામે હાલ દરરોજ 45 થી 50 જેટલા ખેડૂતોના કપાસની ખરીદી થાય છે. આ રીતે ખરીદી ચાલશે તો ખેડૂતોને મોટું નુકસાન થશે. કારણ કે મોરબી માળીયા તાલુકામાં અનેક ખેડૂતોના ઘરમાં કપાસનો મબલખ પાક પડ્યો છે અને ચોમાસુ નજીક આવી રહ્યું છે. જો આ બધા ખેડૂતોના ચોમાસા પહેલા કપાસની ખરીદી નહિ થાય તો વરસાદમાં કપાસનો પાક બગડી જશે. જેથી, ખેડૂતોને આર્થિક નુકશાની ભોગવવી પડશે. ત્યારે હાલના સંજોગોમાં જે રીતે માત્ર ઓછા ખેડૂતોના કપાસની ખરીદી થઈ રહી છે તે જોતા ચોમાસામાં કપાસ બગડી જવાની ભીતિ વધુ રહેલી છે. આથી, ચોમાસા પહેલા કપાસની ખરીદી થાય તે માટે સીસીઆઈ ખરીદ કેન્દ્રમાં બીજા જીનીગ મિલને મંજૂરી આપી દરરોજ ખેડૂતોની કપાસની ખરીદી માટે સંખ્યા વધારવાની માંગ કરી છે.

- text