લોકડાઉનમાં GCERTના માધ્યમથી ઓનલાઈન શિક્ષણ મેળવતી માધાપરવાડી કન્યા શાળાની વિદ્યાર્થીનીઓ

- text


જી.સી.ઈ.આર.ટી. દ્વારા તૈયાર કરેલ “પરિવારનો માળો, સલામત હુંફાળો”ના માધ્યમથી શિક્ષણ મેળવતાં વિદ્યાર્થીઓ

મોરબી : કોરોનાની વૈશ્વિક મહામારીના સમયમાં હાલ જ્યારે બધા જ લોકડાઉન હેઠળ પોતાના ઘરોમાં સમય વિતાવી રહ્યા છે ત્યારે શાળાઓમાં તા. 21.03.2020થી અનઅધ્યયન હોય, તેથી વિદ્યાર્થીઓનું શિક્ષણ ઘરે બેઠા પણ ચાલુ રહે એ માટે જી.સી.આર.ટી. ગાંધીનગર મારફત વોટ્સએપના માધ્યમથી દરરોજ ‘પરિવારનો માળો, સલામત અને હુંફાળો’ની લિંકથી આજની પ્રવૃત્તિ જેમ કે કથાગીત અંતર્ગત અભિનય, બાળગીત,વાર્તા, કાવ્ય, વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ, પ્રયોગો, રમત, જંતર-મંતર દ્વારા વિવિધ ઉખાણા વગેરે દરરોજ મુકવામાં આવે છે. htttps:skillyuva.com/vedeo-gallery/ માં ધોરણ 5 થી 8 ના તમામ વિષયોના પાઠો મુકવામાં આવ્યા છે તેમજ હું વિચારું અંતર્ગત દર અઠવાડિયે તમામ વિષયોના પેપરો મુકવામાં આવે છે. જેમાં પ્રસંગ વાંચી પ્રશ્નોના જવાબ લખો, પાઠમાં આવતા સંવાદ પૂર્ણ કરવા, ગણિતના દાખલા, અંગ્રેજીની સમજ આ બધું જ દરેક શાળાના આચાર્ય દ્વારા વાલીઓનું વોટ્સએપ ગ્રુપ બનાવેલ છે, એમાં મોકલવામાં આવે છે અને વાલીઓને કોલ કરી, વિદ્યાર્થીઓના ઘરે મુલાકાત લઈ એમને કરેલ શિક્ષણકાર્ય શિક્ષકો દ્વારા ચેક કરવામાં આવે છે અને આ દરમ્યાન લોકડાઉનનો સોશ્યલ ડિસ્ટસિંગનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે એમ દિનેશભાઈ વડસોલાએ અમને જણાવેલ હતું અને મયુર એસ.પારેખ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા સમગ્ર જિલ્લાના સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષકોનું સતત મોનીટરીંગ કરવામાં આવે છે તેમજ વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવે એ માટે શિક્ષકો આચાર્યોને જણાવવામાં આવે છે.

- text