હળવદમાં વાડીના શેઢે તાર બાંધવાની બાબતે બે જૂથ વચ્ચે મારામારી

- text


સામસામી ફરિયાદ નોંધી પોલીસે કાર્યવાહી હાથ ધરી

હળવદ : હળવદમાં કણબીપરા વિસ્તારમાં રહેતા સતવારા અને ભરવાડ જૂથ વચ્ચે ખેતરના શેઢે તાર બાંધવાની બાબતે ઝઘડો થયા બાદ બંને પક્ષ વચ્ચે મારામારી થઇ હતી. આ બનાવમાં હળવદ પોલીસ સ્ટેશનમાં બંને પક્ષેથી ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

હળવદમાં કણબીપરા વિસ્તારમાં રહેતા અને ખેતીવાડીનું કામકાજ કરતા કરસનભાઈ પરસોતમભાઈ કણજારીયા ( ઉ.વ. 40) તથા તેમના પરિવારના નયનાબેન કાનજીભાઈ, શારદાબેન કાનજીભાઈ, જયાબેન શંકરભાઈ, શંકર પરસોત્તમભાઈ અને કાનજી પરસોત્તમભાઈ ઉપર ધારિયા અને લાકડી વડે હુમલો કરાતા તેને સારવારમાં લઇ જવાયા હતા. બાદમાં કરસનભાઈ કણજારીયાએ સામા પક્ષ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને જણાવ્યું હતું કે સાહેદ શંકરભાઈ વાડીના શેઢે તાર બાંધી રહ્યા હતા ત્યારે વાડીના શેઢે તાર કેમ બાંધો છો..? તેમ કહીને મંડળી રચી લાકડી,સોરીયી અને ધારિયા જેવા પ્રાણઘાતક હથિયારો વડે તેમના પરિવાર ઉપર હુમલો કરાયો હતો.

- text

જ્યારે સામાપક્ષેથી રણછોડભાઈ બીજલભાઈ સરૈયા એ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે અગાઉ ખેતરના શેઢે ફેન્સીંગ તાર બાંધવાની બાબતે થયેલ માથાકુટનો રોષ રાખીને સોરયી, લાકડી અને કેસ વડે ખારીવાડી વિસ્તારના રહેવાસી સવા બીજલ ભરવાડ, રણછોડ બીજલ ભરવાડ, ધારા સવા, રામજી સવા, સંજય રણછોડ, ખોડા મોતી, જમનાબેન સવજી અને સવજી ગોપાલ પર હુમલો કરાયો હતો. જેમાં સવજીભાઈને હાથના ભાગે ફ્રેકચર જેવી તેમજ અન્ય સાહેદોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. હાલમાં હળવદ પોલીસ સ્ટેશનમાં બંને પક્ષેથી ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

- text