લોકડાઉનના ભંગ બદલ મોરબી જિલ્લામાં વધુ 53 સામે ગુન્હો દાખલ થયો

- text


મોરબી સીટી એ.ડીવી.માં 25, બી.ડીવી.માં 7, મોરબી તાલુકામાં 1, વાંકાનેર સીટી.માં 12, વાંકાનેર તાલુકામાં 2, ટંકરામાં 1, હળવદમાં 5 સામે ગુન્હો રજીસ્ટર થયો

મોરબી : લોકડાઉનના 11માં દિવસે મોરબી જિલ્લામાંથી કુલ 53 લોકો લોકડાઉન જાહેરનામાનું ઉલ્લંઘન કરતા પોલીસે ઝડપી પાડી કલમ 188 મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં મોરબી સીટી એ.ડીવી.માં 25, બી.ડીવી.માં 7, મોરબી તાલુકામાં 1, વાંકાનેર સીટી.માં 12, વાંકાનેર તાલુકામાં 2, ટંકરામાં 1, હળવદમાં 5 સામે ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો હતો. આ તમામ સામે કલમ 188 મુજબ જાહેરનામાનો ભંગ કરવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

- text