મોરબીમાં રેશનિંગ વિતરણમાં અવ્યવસ્થાની બુમરાણ : સામાજિક અંતરનો અભાવ

- text


એકબીજા વચ્ચે અંતરની વ્યવસ્થા ન કરાતા ઠેરઠેર રેશનિંગની દુકાનોમાં ટોળે વળેલા લોકોની ભીડ જોવા મળી

મોરબી : મોરબીમાં આજે રાજ્ય સરકારની સૂચના પ્રમાણે તમામ સસ્તા અનાજની દુકાનોમાં આજે રેશનકાર્ડ ધારકોને રેશનિંગ જથ્થાનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. એ સાથે ઠેરઠેર સસ્તા અનાજની દુકાનોમાં પૂરતી વ્યવસ્થાનો અભાવ હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી છે. તેમજ એકબીજા વચ્ચે અંતર રાખવાની વ્યવસ્થા ન કરતા દુકાનોમાં ટોળે વળેલા લોકોની ભારે ભીડ જોવા મળી હતી. આ ઉપરાંત, સુરક્ષાકર્મીઓ પણ ગેરહાજર હોવાથી ભારે અવ્યવસ્થા સર્જાઈ હતી.

મોરબીમાં ચાલુ એપ્રિલ માસના રેશનિંગ જથ્થાનું રેશનકાર્ડ ધારકોને ટોકન સિસ્ટમથી રેશનકાર્ડ ઉપર આજથી ત્રણ દિવસ સુધી કરી દેવાના રાજ્ય સરકારના આદેશને પગલે શહેર અને ગ્રામ્ય વિસ્તારની સસ્તા અનાજની દુકાનોમાં સવારથી રેશનકાર્ડ ધારકોને રેશનિંગ જથ્થાનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. જેના પગલે તમામ રેશનિંગ દુકાનોમાં લોકોની ભારે ભીડ જામી હતી. જો કે હાલ કોરોનાને લઈને ભીડ ન થાય તે માટે તંત્રને રેશનિંગની દુકાનોમાં લોકો વચ્ચે સામાજિક અંતર રાખવાની વ્યવસ્થા કરવાની સૂચના આપી હતી. પણ ઘણી જગ્યાએ સામાજિક અંતરની કોઈ વ્યવસ્થા જ ન હતી. લોકો એકબીજાની નજીક ભીડમાં ટોળે વળીને ઉભેલા જોવા મળ્યા હતા. સામાજિક અંતરના અભાવે તમામ સ્થળે લોકોની ભારે ભીડ ઉમટી પડતા આ નિયમનું ઉલઘ્ઘન થવાથી લોકો ઉપર જ જોખમ થાય તેવી સ્થિતિ સર્જાઈ હતી.

- text

ઘણી જગ્યાએ સવારથી આવેલા લોકોને સરકારે નિધારીત કરેલી રાશન સામગ્રીને બદલે અમુક જ રાશન સામગ્રી મળતી હોય તેમજ ઘણા રેશનકાર્ડધારકોને રાશનની સામગ્રી મળી ન હોય તેવી ફરિયાદો ઉઠી હતી. ખાસ કરીને રેશનિંગ વિતરણની ગુણવત્તા જળવાઈ રહે તે માટે પોલીસ અથવા જીઆરડી સહિતના સુરક્ષા કર્મીઓને હાજર રહેવાની પણ તાકીદ કરાઈ હતી. પણ ઠેકઠેકાણે સરક્ષા કર્મીઓ નજરે ચડ્યા ન હતા. જેમાં મોરબીના વાવડી રોડ, મહેન્દ્રપરા, ભળીયાદ રોડ સહિતના અનેક વિસ્તારોમાં લોકોની ભીડ સાથે અવ્યવસ્થા સર્જાઈ હોવાની ફરિયાદ ઉઠી હતી.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text