મોરબીમાં 25મીએ ગંગા-સ્વરૂપ બહેનોની દીકરીઓ સમૂહલગ્ન

- text


સાંઈ આશ્રમ, રણછોડનગરમા 37 કન્યાઓ પ્રભુતામાં પગલાં પાડશે

મોરબી : ગંગા સ્વારૂપ સહાય સમિતિ દ્વારા 11 વર્ષથી દર મહીને વિધવા બહેનોને 10 કેન્દ્ર દ્વારા અનાજ સહાય કરવામાં આવે છે, વિધવા બહેનોના સંતાનોને પી. જી. પટેલ વિદ્યા સંકુલમા એકદમ રાહતદરે ધો. 1થી કોલેજ સુધી ભણાવવામાં આવે છે. તહેવારોમા તેઓને વિવિધ સહાય કરવામા આવે છે. છેલ્લા 4 વર્ષથી તેમની દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામા આવે છે. તેમજ તા. 25ના રોજ ચોથો સમૂહલગ્ન યોજવામાં આવશે.

આ સમૂહલગ્ન રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીમાં તથા યુવા કથાકાર નિખિલભાઈ જોશી આશીર્વચન આપવા ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત, મુખ્ય મહેમાન તરીકે કલેકટર પટેલ સાહેબ, ડી.ડી.ઓ. ખટાણા સાહેબ, એડિશનલ કલેકટર જોશી સાહેબ, ડેપ્યુટી કલેકટર ખાચર સાહેબ, મામલતદાર રૂપાપરા સાહેબ, નાયબ નિયામક સાંવરિયા સાહેબ, સમાજ કલ્યાણ અધિકારી મહેશ્વરી સાહેબ, ચીફ ઓફિસર ભટ્ટ સાહેબ, જયસુખભાઈ પટેલ – ઓરેવા ગ્રુપ, કિશોરભાઈ રાણપરા – સમ્રાટ જવેલર્સ, જયંતીભાઈ રાજકોટિયા – શિશુ મંદિર, પોપટભાઈ કગથરા – ઉમિયા માનવ સેવા મંડળ, હરેશભાઇ અને પ્રાણજીવનભાઈ પટેલ, ભવરસિંહ રાઠોડ, મનીષભાઈ આદરોજા, જેઠાભાઇ ડાભી, સંકેતભાઈ પટેલ તથા ભીખાભાઇ લોરીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહીને 37 નવદંપતિને આશીર્વાદ પાઠવશે.

- text

આ તકે મોરબી શહેરના દાતાઓ તરફથી 85 વસ્તુઓ કરિયાવરમા ભેટ આપવામાં આવશે. સમૂહલગ્નને સફળ બનાવવા સાઈ મંદિર હનુમાન મન્દિર રણછોડનગરના સેવકો અને તમામ આયોજકો જહેમત ઉઠાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે દેવકરણભાઈ આદરોજા અને ચંદ્રકાંત દફ્તરી દ્વારા શરૂ કરાયેલ ગંગા સ્વારૂપ સહાય સમિતિની કાર્યવાહી અવિરત ચાલતી રહે તે માટે તાજેતરમા 25 યુવાનોને આ સમગ્ર સેવા કાર્યોની જ્યોત જલતી રાખવા સેવા સમિતિ બનાવીને સોંપવામાં આવી છે. આ સમિતિ આવનારા સમયમા વિધવા બહેનોની દીકરીઓના સમૂહલગ્ન, અનાજ સહાય, સાડી વિતરણ, મીઠાઈ વિતરણ, મેડિકલ હેલ્પ, તેઓના સંતાનોના અભ્યાસ, પુસ્તકો સહિતની મદદ માટે કામગીરી કરશે.

- text