હળવદ : મારામારીના કેસમાં બે આરોપીઓને અઢી વર્ષની અને એકને છ માસની કેદ

- text


રણછોડગઢ ગામે વર્ષ 2002માં બનેલા બનાવનો હળવદ કોર્ટે ચુકાદો આપ્યો

હળવદ : હળવદના રણછોડગઢ ગામે વર્ષ 2002 માં થયેલા મારામારીના બનાવનો હળવદની.કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. જેમાં મારામારીના કેસમાં કોર્ટે ત્રણ આરોપીઓને દોષિત ઠેરવી બે આરોપીઓને અઢી વર્ષની તથા એક આરોપીને છ માસની કેદની સજા ફટકારી હતી.

આ મારામારી કેસની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના રણછોડગઢ ગામે રહેતા રાયસંગભાઈ લઘુભાઈ સુરેલા અને તેમના ભણેજ વિક્રમભાઈ મૂળજીભાઈ કોળીને ગત તા.28 /3/2002 ના રોજ ત્રણ આરોપીઓ ગેલાભાઈ જેસિંગભાઈ કોળી, હઠીભાઈ જેસિંગભાઈ કોળી અને જશભાઈ શંકરભાઈ કોળીએ માર માર્યો હતો. જેમાં વિક્રમભાઈ કોળી બળદગાંડું લઈને જતા હોય ત્યારે આરોપીને ટ્રેકટરને સાઈડ નહિ આપવા બાબતનો ખાર રાખી લોખંડનો પાઇપ, ધારીયા તથા લાકડી વડે માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

- text

આ બનાવ અંગે જે તે સમયે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ત્રણેય આરોપીઓ સામે ધોરણસરની કાર્યવાહી કરી હતી. દરમિયાન આ મારમારીનો કેસ બી.એમ.રાજ સાહેબ જ્યૂડી.મેજી.ફ.ક.સાહેબની કોર્ટમાં ચાલી જતા ફરિયાદી પક્ષે રજૂ થયેલા 15 મૌખિક અને 6 દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઈને કોર્ટે ત્રણેય આરોપીઓને દોષિત ઠેરવી બે આરોપીઓ ગેલાભાઈ જેસિંગભાઈ, હઠીભાઈ જેસિંગભાઈને અઢી વર્ષની કેદ તથા રૂ. 20 હજારનો દંડ તથા ત્રીજો આરોપી જશભાઈ શંકરભાઈ કોળીને છ માસની કેદ અને રૂ.1 હજારનો દંડ ફટકાર્યો હતો. આ દંડની રકમમાંથી ફરિયાદીને વળતર પેટે રૂ.10 હજાર ચૂકવવાનો હુકમ કર્યો હતો.

- text