બેંક લૂંટના ઝડપાયેલા ચારેય આરોપીઓ પાસે ઘટનાનુ રિકન્ટ્રક્શન કરાવાશે : રિમાન્ડની તજવીજ ચાલુ

- text


નાસી છૂટેલા બે આરોપીઓની શોધખોળ તેજ બનાવાઈ

મોરબી : ગઈ કાલે બપોરે મહેન્દ્રનગર પાસે આવેલી બેંક ઓફ બરોડાની શાખામાં છ બુકાનીધારી ધાડપાડુઓ બંધુક સહિતના હથિયારો સાથે ત્રાટકયા હતા. લૂંટની આ ઘટનામાં બેંકની છ લાખથી વધુની રોકડ તથા બેંકના ગ્રાહકોના પર્સ તેમજ મોબાઈલો લઈ કારમાં નાસેલા ધાડપાડુઓને મોરબી જિલ્લા પોલીસની ત્વરિત કામગીરી અને પરફેક્ટ કોઓર્ડિનેશનને કારણે ગણતરીના કલાકોમાં ખેતરડી ગામ નજીકથી ચાર ધાડપાડુઓ ઝડપાઇ ગયા હતા જ્યારે બે આરોપીઓ નાસી છૂટવામા સફળ થયા હતા. જો કે પોલીસે નાસી છૂટેલા આરોપીઓના સગડ દબાવ્યા છે.

- text

ઝડપાયેલા ચાર આરોપીઓમા મનદીપસિંગ પાલસિંગ જાટ, બલવીરસિંગ ઉર્ફે ગોલી જોગિંદરસિંગ જાટ, અરુણકુમાર લાલચંદ મઝબી અને સંદીપકુમાર ઉર્ફે રવિ ગુરમલસિંગ ગુર્જરનો સમાવેશ થાય છે. આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં તમામ આરોપીઓ પંજાબ પ્રાંતના મૂળ રહેવાસીઓ છે. નાસી છૂટેલા બે આરોપીઓની શોધખોળ ચાલુ રખાઈ છે. બનાવની સમગ્ર વિગતની જાણકારી બપોર બાદ એસપી દ્વારા આપવામાં આવનાર છે.

- text