મોરબી ભાવપર રૂટની એસ.ટી. બસના ધાંધિયાથી વિદ્યાર્થીઓમાં રોષ

- text


અવારનવાર બસ મોડી ઉપડતા વિધાર્થીઓને હાલાકી

મોરબી : મોરબી ભાવપર રૂટની એસટી બસના રોજબરોજના ધાંધિયાથી વિધાર્થીઓ હેરાન પરેશાન થઈ ગયા છે અને આજે પણ આ એસટી બસ મોડી ઉપડતા વિધાર્થીઓ રોષે ભરાયા હતા. અવારનવાર બસ મોડી ઉપડતા વિધાર્થીઓને હાલાકી ભોગવવી પડતી હોવાનો બળાપો ઠાલવ્યો હતો.

- text

મોરબી ભાવપર રૂટની એસટી બસમાં અગાઉ અનેક વખત ધાંધીયા થયા હોવાની વિધાર્થીઓમાં બુમરાણ ઉઠી હતી. ત્યારે વિધાર્થીઓના કહેવા મુજબ ફરીથી આ એસટી બસના ધાંધીયા શરૂ થયા છે અને આ બસના રોજબરોજના ધાંધીયાથી વિધાર્થીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. જેમાં મોરબીથી આ બસનો બપોરે 1 વાગ્યે ઉપડવાનો ટાઈમ છે. પણ બે વાગ્યા સુધી આ બસ મોરબીથી ઉપડતી નથી. જો કે ક્યારેક ડ્રાઇવર અને કયારેક કંડકટર ન આવ્યા હોવાથી આ બસ સમયસર ઉપડતી નથી. આવી રીતે આ બસ વારંવાર અનિયમત ઉપડે છે. આજે પણ આ બસ એક વાગ્યાની જગ્યાએ બે વાગ્યે ઉપડી હતી. આ રીતે બસ ટાઈમસર ઉપડતી ન હોવાથી વિધાર્થીઓ વગર વાંકે હેરાન થાય છે.જેમાં વિધાર્થીઓ વહેલી સવારે મોરબીમાં અભ્યાસ કરવા આવ્યો હોય પરંતુ આ બસ મોડી ઉપડતા વિધાર્થીઓ છેક સાંજે પોતાના ઘરે પહોંચે છે. આથી, રોજબરોજની એસટીની હાલાકી અંગે તંત્ર યોગ્ય પગલા ભરે તેવી વિધાર્થીઓએ માંગ ઉઠાવી છે.

- text