મોરબી : SC, ST, OBC સમાજને બંધારણીય અધિકાર આપવાની માંગ સાથે આવેદન અપાયું

- text


મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના ઓબીસી વિભાગ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન અપાયું

મોરબી : એસસી, એસટી અને ઓબીસી સમાજના લોકોને બંધારણીય હક્કો આપવાની માંગ સાથે આજે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના ઓબીસી વિભાગ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન અપાયું હતું.

- text

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના ઓબીસી ડિપાર્ટમેન્ટના નેજા હેઠળ ધારાસભ્ય બ્રિજેશ મેરજા, કોંગી અગ્રણી સુરેશભાઈ સિરોહિયા સહિતનાએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવીને જણાવ્યું હતું કે ભારત દેશના બંધારણે એસસી અને એસટી તથા ઓબીસી સમાજના લોકોને અનામતનો બંધારણીય અધિકાર આપ્યો છે. પણ રાજ્યની ભાજપ સરકાર આ સમાજને બંધારણીય અધિકારોમાં તરાપ મારતી હોય તેવા પ્રયાસો કરતી હોવાનો આક્ષેપ કર્યો હતો. જેમાં સરકારી ભરતીની પ્રક્રિયામાં સમયાંતરે નવા નવા પરિપત્રો બહાર પાડી એસસી, એસટી અને ઓબીસી સમાજના લોકોને સરકારી નોકરીથી વંચિત રાખવાનું ષડ્યંત્ર કરી રહી છે. તે સંજોગોમાં એસસી, એસટી અને ઓબીસી સમાજના લોકોને બંધારણીય અધિકારીઓમાં યોગ્ય ન્યાય મળી રહે તે માટે સરકારના આવા ગેરબંધારણીય પરિપત્રો રદ કરીને આ સમાજોને યોગ્ય ન્યાય આપવાની માંગ કરી છે.

- text