NRC અને CAAના વિરોધમાં અપાયેલા ભારત બંધના એલાનની માળીયા મિયાણામાં અસર દેખાઈ

- text


માળીયા મી. : એન.આર.સી. અને સી.એ.એ.નો દેશના ઘણા રાજ્યોમાં વિરોધ થઈ રહ્યો છે. સંસદમાં NRC બીલ પાસ થઈ ગયા બાદ એ હવે કાયદો બની ગયો હોવા છતાં ઘણા રાજ્યોએ એ કાયદો પોતાના રાજ્યમાં માનવાનો ઇન્કાર કર્યો છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રીએ પણ આ કાયદો કોઈ સંજોગોમાં પાછો નહીં ખેંચાય એવી સ્પષ્ટતા કરતા વિપક્ષોએ આજે બુધવારે ભારત બંધનું એલાન આપ્યું છે. આ એલાનના પગલે મોરબી જિલ્લાના માળીયા શહેરે બંધને સમર્થન આપતા મોટાભાગની બજારો બંધ જોવા મળી રહી છે.

- text

એન.આર.સી. લાગુ કરાયા બાદ કેન્દ્ર સરકાર દ્વારા વારંવાર ખાત્રી આપવામાં આવી રહી છે કે લાગુ થયેલો આ કાયદો દેશના કોઈ નાગરિકની નાગરિકતા છીનવી લેવા માટે નથી પણ પડોશી દેશોમાં ધાર્મિકતાના ધોરણે ત્રસ્ત થઈને ભારતમાં આવેલા શરણાર્થીઓને નાગરિકતા આપવા માટેનો કાયદો છે. સરકારની આ સ્પષ્ટતા છતાં આમ ભારતમાં વસતા લઘુમતીઓને ભ્રમિત કરીને એક અસમંજસનો માહોલ ઉભો કરાઈ રહ્યો હોવાનું સરકાર કહી રહી છે. ત્યારે અપાયેલા ભારત બંધને માળીયામાંથી સમર્થન મળી રહ્યું છે. આ લખાય છે ત્યારે માળીયાના મોટાભાગના વ્યવસાયિક વિસ્તારો બંધ છે. પોલીસ પુરી સ્થિતિ પર નજર રાખી રહી છે. ગુજરાતના અમુક વિસ્તારોમાં બંધને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે મોટા શહેરોમાં બંધની અસર વર્તાઈ રહી નથી.

- text