નીલકંઠ સ્કૂલમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી અંતર્ગત રિયલ સ્ટાર 2020 કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : 71માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે નીલકંઠ સ્કૂલમાં “રિયલ સ્ટાર 2020” અંતર્ગત ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્રથી નવાજવામાં આવ્યા હતા.

71માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આયોજિત “રિયલ સ્ટાર 2020” અંતર્ગત નીલકંઠ સ્કૂલમાં ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં 150થી વધુ વિદ્યાર્થીઓને શિલ્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ 25 જેટલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્રથી નવાજવામાં આવ્યા હતા.

11 તેમજ 12માં ધોરણના વિદ્યાર્થીઓને વ્યવસાયિક જ્ઞાન આપવાના હેતુસર યોજાયેલા બિઝનેસ ટાયકુન એવોર્ડ વિજેતાઓ માટે “ફ્લેવર ફાસ્ટ ફૂડ સ્ટોર”ને બિઝનેસ ટાયકુન ઓફ ધ યર એવોર્ડ, “ખાના ખજાના” સ્ટોલને બેસ્ટ માર્કેટિંગ એવોર્ડ, “એમેઝિંગ હોરર હાઉસ”ને ઇકો ફ્રેન્ડલી એવોર્ડ અને “ફેસ બુક પોઇન્ટ સ્ટોલ”ને ઇનોવેટિવ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા હતા. આ ચારેય સ્ટોલના કુલ 22 વિદ્યાર્થીઓને શિલ્ડ દ્વારા સન્માનિત કરાયા હતા.

- text

ગુજરાત યુથ ફેસ્ટિવલમાં સમગ્ર ગુજરાતમાં કવિતા સ્પર્ધામાં પ્રથમ આવેલા શાળાના શિક્ષક જનાર્દન દવેનું શાળાના ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરાયું હતું.

આ તકે આયોજિત તેજસ્વી તારલાઓના વાર્ષિક ઇનામ વિતરણ સમારોહ માટે શાળાના શિક્ષકો, સ્ટાફગણ અને પ્રિન્સિપાલ નરેન્દ્રભાઈ અઘારાએ ભારે જહેમત ઉઠાવી હતી. જ્યારે સમારોહની સાંસ્કૃતિક કૃતિઓ માટે એમ.જે.ડાન્સ ઇન્સ્ટિટ્યૂટના માનવભાઈ તથા ડાન્સ ટીચર ક્રિષ્નાબેને ખાસ તૈયારીઓ કરાવી હતી. મનોજભાઈ જોષી તથા દક્ષાબેન ભેડા દ્વારા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું.નીલકંઠ સ્કૂલના ટ્રસ્ટીઓ, પાડલીયા સાહેબ, જીતુભાઇ વડસોલા તથા નવીનભાઈ કાસુંદ્રા સાહિતનાઓએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ તથા વાલીગણનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text