મોરબી : ASI રણજીતભાઇ બાવડાને કેન્દ્ર સરકાર દ્વારા ઉત્કૃષ્ટ સેવા પદક એનાયત

- text


મોરબી પોલીસ ખાતામાં પ્રસંસનીય કામગીરી બદલ ASI રણજીતભાઇનું સન્માન કરાયું

મોરબી : મોરબી પોલીસમાં ફરજ બજાવતા ASI રણજીતભાઇ બાવડાને પ્રસંસનીય કામગીરી બદલ ભારત સરકાર દ્વારા ઉત્કૃષ્ટ સેવા પદકથી સન્માનિત કરવામાં આવ્યા છે.

મોરબી પોલીસ ખાતામાં ASI રણજીતભાઇ રામભાઈ બાવડા જિલ્લા પોલીસ અધિક્ષકના અંગત મદદનીશ તરીકે ફરજ બજાવે છે. તેઓએ વણશોધાયેલ ગુનાઓ પૈકી ખૂનના 15, ધાડ તથા લૂંટના 11, ઘરફોડ ચોરીના 58, વાહન તથા અન્ય ચોરીના 108, ગેરકાયદેસર હથિયાર રાખવાના 20 ગુનાઓ શોધી કાઢ્યા હતા. આ ઉપરાંત, 40 નાસતા-ફરતા આરોપીઓને પકડી પડ્યા હતા. તેમજ અસામાજિક તત્વો વિરુદ્ધ જુગાર તથા દારૂના અનેક કેસો કરી અસામાજિક બદ્દી નાબૂદ કરવા પ્રસંસનીય કામગીરી કરેલ છે.

- text

જે બદલ ASI રણજીતભાઇ બાવડાને ભારત સરકાર દ્વારા ઉત્કૃષ્ટ સેવા પદક એનાયત કરવામાં આવ્યો છે. આથી, તેઓએ મોરબી જિલ્લા પોલીસનું ગૌરવ વધારેલ છે. તેઓની પ્રસંસનીય કામગીરી તથા મળેલ એવોર્ડ બદલ મોરબી જિલ્લા પોલીસ વડા ડો. કરણરાજ વાઘેલા તથા મોરબી જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓએ તેઓને અભિનંદન પાઠવેલ છે.

- text