મોરબી પોલીસ પૃથ્વીરાજસિંહ જાડેજાને કેન્દ્ર સરકાર દ્વારા જીવન રક્ષા પદક એનાયત

- text


કલ્યાણપર ગામમાં ભારે વરસાદ દરમિયાન બે બાળાઓના જીવ બચાવાની સરાહનીય કામગીરી બદલ સન્માન કરાયું

મોરબી : મોરબી પોલીસમાં ફરજ બજાવતા પૃથ્વીરાજસિંહ રણજીતસિંહ જાડેજાની પ્રસંસનીય કામગીરી બદલ ભારત સરકાર દ્વારા જીવન રક્ષક પદકથી સન્માનિત કરવામાં આવ્યા છે.

મોરબુ પોલીસમાં ફરજ બજાવતા પૃથ્વીરાજસિંહ રણજીતસિંહ જાડેજાએ ટંકારા તાલુકાના કલ્યાણપર ગામમાં ભારે વરસાદના લીધે પાણીમાં 17 બાળકો સહીત 42 લોકો ફસાઈ ગયા હતા. તેઓને બહાર કાઢવા માટે રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી હતી. આ રેસ્ક્યુ કામગીરી દરમિયાન પૃથ્વીરાજસિંહ જાડેજાએ પોતાની જાનની પરવાહ કાર્ય વગર બે બાળાઓને ખંભે ઊંચકી ધસમસતા પાણીના પ્રવાહમાં ઉતરી, તેમાં દૂર સુધી પગપાળા ચાલી બાળાઓને સુરક્ષિત સ્થળે પહોંચાડી ‘પોલીસ પ્રજાનો મિત્ર છે’ તે કહેવતને સાર્થક કરી હતી.

- text

પૃથ્વીરાજસિંહ જાડેજાની આવી ઉમદા કામગીરી બદલ 71માં પ્રજાસત્તાક દિન નિમિત્તે ભારત સરકાર દ્વારા તેઓને જીવન રક્ષા પદક એનાયત કરવામાં આવેલ છે. આથી, તેઓએ મોરબી જિલ્લા પોલીસનું ગૌરવ વધારેલ છે. તેઓની પ્રસંસનીય કામગીરી તથા મળેલ એવોર્ડ બદલ મોરબી જિલ્લા પોલીસ વડા ડો. કરણરાજ વાઘેલા તથા મોરબી જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓએ તેઓને અભિનંદન પાઠવેલ છે.

- text