ટંકારા વિસ્તારમાં ધમધમતી સાબુ બનાવવાની ફેક્ટરીને કારણે પર્યાવરણને ગંભીર ખતરો

- text


ભઠ્ઠી માટે ગેરકાયદે કાપેલા બાવળ ક્યાંથી આવે છે? : કેમિકલ યુક્ત કડદાને કારણે જમીન-ભૂગર્ભ પાણીના તળને થતું અકલ્પનિય નુકશાન 

ટંકારા : ટંકારા વિસ્તારમાં ધમધમતી સાબુની ફેક્ટરીને કારણે આજુબાજુના ગામોની જમીન તેમજ ભૂગર્ભ જળને પારાવાર નુકશાન થઈ રહ્યું હોવા છતાં વિવિધ તંત્રના ભેદી મૌનથી સ્થાનિકોમાં અનેક તર્ક-વિતર્કો ઉદ્દભવી રહ્યા છે.

ટંકારા વિસ્તારના ગજડી, હિરાપર, વાછકપર, ખાખરા, હરબટીયાળી સહીત અનેક ગામોમાં સાબુ બનાવવા માટેના કેમિકલ યુક્ત કડદાનો કાળો કારોબાર બેરોકટોક ચાલી રહ્યો હોવા છતાં તંત્ર આ બાબતે આંખ આડા કાન કરી રહ્યું હોવાથી સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. આ કારોબરથી ભયંકર પ્રદુષણ ફેલાતું હોવા છતાં પ્રદુષણ બોર્ડ દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરાતા લોકોમાં અનેક તર્ક-વિતર્કો ઉદ્દભવી રહ્યા છે. મામલતદાર સહિતના અધિકારીઓ આ કારોબરથી અજાણ હોય એમ માનવાને કોઈ કારણ નથી છતાં આ દિશામાં કોઈ કાર્યવાહી થતી ન હોવાથી કડદાના કારોબારીઓ ઉપર તંત્રના ચાર હાથ હોય એવું ચિત્ર ઉપસી રહ્યું છે.સાબુના આ કારોબાર માટે મોટા પ્રમાણમાં દેશી બાવળ કે અન્ય લાકડાનો જથ્થો કયાથી આવે છે એ જોવાની ફોરેસ્ટ વિભાગની જવાબદારી હોવા છતાં આ દિશામાં જો યોગ્ય તપાસ થાય તો, પર્યાવર્ણલક્ષી નુકશાનનું બહુ મોટું કૌભાંડ પ્રકાશમાં આવે એવું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે.

કદડામા કામ કરતા મજુરોની મજબૂરીનો ફાયદો ઉઠવીને તેઓને કોઈ જ પ્રકારની સેફટી કે સુવિધા આપવામાં આવતી નથી એ મુદ્દો પણ ઉજાગર થાય તેમ છે. ઈન્ડસ્ટ્રીઝ સેફટી એન્ડ હેલ્થ વિભાગની ભુમિકા પણ અનેક સવાલો ઉભા કરે છે.

- text

થોડા સમય પહેલાં જ હરબટીયાળી સરપંચ અને પ્રમુખને સાથે રાખી નગરજનોએ આ અંગે રાવ કરી, રજુઆતો કરી હતી. તો ગજડીના એક અરજદારે ખેતરમા આ ફેક્ટરીથી ભારે નુકસાન થતુ હોય તેવી લેખીત ફરિયાદ કરી છે. ત્યારે સવાલ એ છે કે આ ફેક્ટરી માલિકને આટલી હિંમત મળે છે કયાથી? અમુક ગામોમા તો રીતસર નદીના શુદ્ધ પાણી સાથે આ કદડાનુ પાણી ભેળવી દેવાતા જળ જીવસૃષ્ટિનો સોથ વળી ગયો હોવાનું સામે આવ્યું છે. કેમિકલયુક્ત વેસ્ટેઝ કદળો પાણીમાં ભળી જતા તે પાણી વાપરવા લાયક પણ રહ્યું નથી તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે. જવાબદાર તંત્ર આ બાબતે ભેદી મૌન સેવીને પૂરો તમાશો જોઈ રહ્યું છે ત્યારે હવે આ દિશામાં કોઈ અસરકારક પગલાં લેવાય છે કે કેમ તે જોવું રહ્યું.

- text