હળવદના મહર્ષિ ગુરુકુલ ખાતે ઇસરોની મોબાઈલ પ્રદર્શન બસને લીલીઝંડી અપાઇ

- text


છેવાડાના ગ્રામ્ય વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ તેમજ લોકો આવી ન શકે તેના માટે ખાસ ઈસરો દ્વારા સેટેલાઈટ તેમજ લોન્ચ વ્હિકલના મોડેલથી સજ્જ મોબાઈલ પ્રદર્શન બસ તૈયાર કરીને પ્રસ્થાન કરાયું

હળવદ: હળવદ શહેરમાં આવેલ મહર્ષિ ગુરુકુલ ખાતે બે દિવસીય મહા એક્ઝિબિશનનો આજથી પ્રારંભ થઇ ગયો છે, જેને નિહાળવા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉમટી પડ્યા છે ત્યારે જે છેવાડાના ગ્રામ્ય વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ તેમજ લોકો આવી ન શકે તેના માટે ખાસ ઈસરો દ્વારા સેટેલાઈટ તેમજ લોન્ચ વ્હિકલના મોડેલથી સજ્જ મોબાઈલ પ્રદર્શન બસ તૈયાર કરવામાં આવી છે જેને આજે લીલી ઝંડી અપાઈ હતી. મહર્ષિ ગુરુકુલ ખાતે વિક્રમ સારાભાઈ સ્પેસ એક્ઝિબિશનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના ખાનગી તેમજ સરકારી શાળાના વિદ્યાર્થીઓ આજે પહેલા દિવસે જ મોટી સંખ્યામાં મુલાકાત લઈ રહ્યા છે ત્યારે હળવદ તાલુકાના છેવાડાના ગ્રામ્ય વિસ્તારમાંથી જે વિદ્યાર્થીઓ અહીં સુધી આવી શકે તેમ નથી તેવા ગ્રામ્ય વિસ્તારોમાં ઇસરોની મોબાઈલ પ્રદર્શન બસને હળવદ મહર્ષિ ગુરુકુળ ખાતેથી સાંસદ ડૉ. મહેન્દ્ર મુજપરા અને રજનીભાઈ સંઘાણી એ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી.

- text

આ મોબાઈલ બસમાં રોકેટ લોન્ચ, સાઉડિંગ રોકેટ, સ્પેસ વ્હકલ, સ્પેસસૂટ સાથે સેલ્ફી પોઇન્ટ, isro space movie થિયેટર, ચંદ્ર યાન, મંગળ યાન, ગગનયાન,સેટેલાઈટ વોટર રોકેટ લોન્ચ સહિતનું બસમાં પ્રદર્શન કરવામાં આવશે સાથે જ ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ તેમજ લોકો ઈસરોના વૈજ્ઞાનિકોને મળી માહિતી મેળવશે.

- text