મોરબીમાં તાલુકા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો

- text


મોરબી : રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ પ્રેરિત કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી મોરબી તથા જિલ્લા વહીવટી તંત્ર મોરબી સંચાલિત મોરબી તાલુકા કક્ષા કલા મહાકુંભ 2019-20નું આયોજન તા. 11 અને 12 જાન્યુઆરીના રોજ સ્વામિ નારાયણ ગુરુકુલ, મોરબી ખાતે કરવામાં આવેલ હતું. આ સ્પર્ધામાં લોકગીત/ભજન, સુગમ સંગીત, તબલા, હાર્મોનિયમ, ભરત નાટ્યમ, રાસ, ગરબા, નિબંધ, ચિત્ર, એકપાત્રિય અભિનય જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ હતું. આ સ્પર્ધામાં 6 વર્ષથી 59 વર્ષ સુધીના સ્પર્ધકોએ ઉત્સાહભેર બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. મોરબી તાલુકા કક્ષાએ પ્રથમ આવેલ વિદ્યાર્થીઓ આગામી સમયમાં યોજાનાર જિલ્લાકક્ષા કલા મહાકુંભમાં મોરબી તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે. આ આયોજનને સફળ બનાવવા દેવેનભાઈ વ્યાસ અને પ્રવીણભાઈ દંતેસરિયાએ ભારે જહેમત ઉઠાવી હતી. તેમજ મોરબી તાલુકા કક્ષા કલા મહાકુંભમાં પ્રથમ આવેલ સ્પર્ધકોને અને વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસે અભિનંદન પાઠવેલ છે.

- text