મોરબી : ઉત્તરાયણે પતંગની દોરથી 28 પક્ષીઓ ઘાયલ : 2 લોકોને પણ ઇજા

કર્તવ્ય જીવદયા સારવાર કેન્દ્રમાં 19 કબૂતર અને એક હોલો તેમજ સરકારના કરુણા અભિયાન અંતર્ગત સારવાર કેન્દ્રોમાં 7 કબૂતર અને 1 હોલો સારવારમાં આવ્યા

મોરબી : મોરબી જિલ્લામાં ઉતરાયણના પાવન પર્વ પર પતંગની કાતિલ દોરીથી ઘાયલ થતા પક્ષીઓને તાત્કાલિક સારવાર મળે રહે તે માટે રાજ્ય સરકારના કરુણા અભિયાન અંતર્ગત સારવાર કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા હતા.જ્યારે સેવાભાવી સંસ્થા કર્તવ્ય જીવદયા ટ્રંસ્ટ દ્વારા પણ ઘાયલ પક્ષીઓની સારવાર માટે સારવાર કેન્દ્રની વ્યવસ્થા કરાઈ હતી.જોકે કરુણા અભિયાન કરતા પણ આ ખાનગી સેવાભાવી સંસ્થાની.કામગીરી સરાહનીય રહી હતી.જેમાં કર્તવ્ય જીવદયા સારવાર કેન્દ્રમાં 19 કબૂતર અને એક હોલો તેમજ સરકારના કરુણા અભિયાન અંતર્ગત સારવાર કેન્દ્રોમાં 7 કબૂતર અને 1 હોલો સારવારમાં આવ્યા હતા. જ્યારે 2 લોજોને પતંગની દોરીથી ઇજા થતાં સારવાર લેવી પડી હતી.

મોરબી જિલ્લામાં ઉતરાયણના દિવસે પતંગ ચગાવવા માટે ખૂબ જ અનુકૂળ પવન વહેતો હોવાથી ઉત્તરાયણના દિવસે વિવિધ જાતના પતંગોને કારણે આકાશ મેઘધનુષના સપ્તરંગી રંગોળીથી ઘેરાય ગયું હતું.જેથી પંતગની કાતિલ દોરીથી આકાશમાં વિહાર કરતા પક્ષીઓ ઘાયલ થયા હતા.જોકે પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકારના કરુણા અભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં ઠેરઠેર સારવાર કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા હતા.જ્યારે સેવાભાવી સંસ્થા કર્તવ્ય જીવદયા ટ્રંસ્ટ દ્વારા પણ ઘાયલ પક્ષીઓની સારવાર માટે મોરબી સારવાર કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યું હતું. જોકે સરકારના કરુણા અભિયાન કરતા પણ કર્તવ્ય જીવદયા કેન્દ્રની પક્ષીઓની સારવાર કરવાની પ્રશંસનીય કામગીરી રહી હતી.જેમાં સરકારી ચોપડે 7 કબૂતર અને એક હોલો સાહિતના આઠ પક્ષીઓ ઘાયલ થયા હોવાનું નોંધાયું છે.જ્યારે કર્તવ્ય જીવદયા કેન્દ્રમાં 19 કબૂતર અને એક હોલો સારવાર માટે આવ્યા હતા અને આ તમામ પક્ષીઓની સઘન સારવાર કરાઈ હતી.જ્યારે પંતગની કાતિલ દોરીથી બેથી વધુ વ્યક્તિઓને ઇજા પહોંચી હોવાનું જાણવા મળે છે.