મિયાણી ગામની સીમમાંથી 360 નંગ વિદેશી દારૂની બોટલ સાથે એક પકડાયો

- text


હળવદ : મકરસંક્રાંતિના તહેવાર અનુસંધાને હળવદ તાલુકાના મિયાણી ગામની સીમમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ 360 કિં.રૂ. 1,08,000ના મુદ્દામાલ સાથે એક શખસને મોરબી એલ.સી.બી. (Local Crime Branch) દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો.

મોરબી એસીબીની ટીમ દ્વારા ગઈકાલે કોમ્બિંગ નાઈટ દરમિયાન હેડ કોન્સ્ટેબલ જયવંત સિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ મીયાત્રાને ખાનગી રાહે મળેલ હકીકત આધારે હળવદ તાલુકાના મીયાણી ગામની સીમમાં ડાભેરી તલાવડી પાછળ મિયાણા ગામના રહીશ વિજયભાઈ પ્રવીણભાઈ બાલાસણીયાએ બાવળના ઝૂંડમાં સંતાડેલ અલગ-અલગ બ્રાન્ડની અંગ્રેજી દારૂની બોટલો નંગ 360 કિં.રૂ. 1,08,000નો મુદ્દામાલ પકડી હળવદ પોલીસ સ્ટેશન ખાતે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરાવેલ છે.

- text

આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ મિયાત્રા, દશરથસિંહ પરમાર, નિરવભાઈ મકવાણા, આસિફભાઇ ચાણક્ય, સતિષભાઈ કાંજિયા સહિતના એલ.સી.બી. મોરબી પોલીસ સ્ટાફ જોડાયા હતા.

- text