માળીયા મી.ની હાઈસ્કૂલમાં બાયોમેટ્રિક હાજરી પુરવાનું શરૂ

- text


માળીયા (મી.) : રાજ્ય સરકારના આદેશ અન્વયે દરેકે દરેક શાળાઓમાં વિદ્યાર્થીઓની બાયોમેટ્રિક હાજરી પુરવાનો નિયમ લાગુ પડાતા મોરબી જિલ્લામાં સહુ પ્રથમ માળીયા મી.ની ગ્રાન્ટેડ શાળામાં બાયોમેટ્રિક (ફિંગર પ્રિન્ટની મદદ)થી હાજરી પુરાવાની શરૂઆત થઇ છે.

- text

માળીયા મી.ની.ગ્રાન્ટેડ માધ્યમિક શાળા જોષી પ્રાઇવેટ હાઈસ્કૂલમાં રાજ્ય સરકારના આદેશ પ્રમાણે બાયોમેટ્રિક પદ્ધતિથી સહુથી પહેલા હાજરી પુરવાનો પ્રારંભ થયો છે. મોરબી જિલ્લાના માળીયા.મી. તાલુકો આ સિસ્ટમ અનુસરવા વાળો પ્રથમ તાલુકો બન્યો છે.

- text