શ્રીમતી એમ.પી.શેઠ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો

- text


મોરબી : માનવ સંશાધન વિકાસ મંત્રાલય દિલ્હી તેમજ સમગ્ર શિક્ષા અભિયાનની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી મોરબી દ્વારા જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ-૨૦૧૯ ગઈ કાલે મોરબીમાં ઉજવાઈ ગયો.

- text

શ્રીમતી એમ.પી.શેઠ ગર્લ્સ હાઈસ્કૂલ મોરબી ખાતે આયોજિત આ કલા ઉત્સવમાં ચાર પ્રકારની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાદ્ય, કંઠય, ચિત્ર તેમજ નૃત્ય સ્પર્ધાઓ યોજાઈ હતી. આ અંતર્ગત જિલ્લામાંથી 28 સ્પર્ધકોએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. બોયસ અને ગર્લ્સ વિભાગમાં મળીને કુલ 7 સ્પર્ધકો વિજેતા થયા હતા. જેઓ આગામી સમયમાં ઝોન કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે જશે.

- text