મોરબી : નવા પ્રધાનમંત્રી આવાસમાં બીભત્સ ચેનચાળા કરતા યુવક-યુવતી સહિત ત્રણ ઝડપાયા

- text


સ્થાનિક રહેવાસીઓએ હોબાળો મચાવીને ત્રણેયને ઝડપીને પોલીસને હવાલે કર્યા : મકાન ગેરકાયદે ભાડે આપનાર મકાન માલિક સામે તોળાતી કાર્યવાહી

મોરબી : મોરબીમાં નવી પ્રધાનમંત્રી આવાસ યોજનાના એક આવાસમાં યુવક અને યુવતી બીભત્સ હરકત હોવાની જાણ થતાં સ્થાનિક રહેવાસીઓ ત્યાં જઈને હોબાળો મચાવ્યો હતો.સ્થાનિક રહીશોએ બીભત્સ ચેનચાળા કરતા બન્ને યુવક યુવતી અને તેમને ભાડે મકાન આપનાર શખ્સને ઝડપીને પોલીસને હવાલે કર્યા હતા.તેથી ગેરકાયદે મકાન ભાડે આપનાર મકાન માલિક સામે તેનું મકાન રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મોરબી શનાળા બાયપાસ ઉપર કામધેનુ પાર્ટીપ્લોટ પાછળ આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનાવાયેલા એક અવાસમાં એક યુવતી અને યુવક બીભત્સ હરકત કરતા હોવાની જાણ થતાં સ્થાનિક રહીશોએ આ અવાસમાં ઘસી જઈને જનતા રેડ પાડી હતી.સ્થાનિક રહીશોએ આ યુવક અને યુવતીને બીભત્સ હરકત કરતા ઝડપી લીધા હતા અને યુવક યુવતી સહિત ત્રણ શખ્સોને પોલીસના હવાલે કરી દીધા હતા.બાદમાં એ ડિવિઝન પોલીસે આ બનાવમાં યુવક હાર્દિક કિશોરભાઈ કવૈયા ઉ.વ.19 રહે આનંદ નગર મોરબી અને યુવતી અસરીના ભીમાભાઈ શર્મા ઉ.વ.20 રહે ગીતામંદિર અમદાવાદ સામે બીભત્સ ચેનચાળા કરવાનો તેમજ આ મકાન ગેરકાયદે ભાડે રાખનાર સનતભાઈ જમનાદાસ મીરાણી સામે ગુનો નોંધી વિધિવત અટકાયત કરી હતી.

- text

આ બનાવમાં ચીકાવનારો વિગતો સામે આવી હતી કે પ્રધાનમંત્રી આવાસ યોજનાના જે આવાસમાં યુવક અને યુવતી બીભત્સ હરકત કરતા હતા તે આવાસ બગથરીયા અંનત કુમાર ભાણજીભાઈના નામનું હોવાનું ખુલ્યું છે.આ બનાવમાં મૂળ મકાન માલિકે સનતભાઈ મીરાણી 15 દિવસથી ભાડે આપ્યું હતું.તેથી આ મકાન માલિક સામે આવાસ યોજનાનું મકાન ગેરકાયદે ભાડે આપવાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઈ રહી છે.આ બનાવની જાણ થતાં સ્થાનિક રહીશો અને પાલિકા પ્રમુખ કેંતન વિલપરા સહિતના એ ડિવિઝન પોલીસ સ્ટેશને દોડી ગયા હતા અને આ મકાન માલિકનું મકાન રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.

- text