મુખ્યમંત્રીને આવકારવા હળવદમાં દૂધ મંડળીના હોદ્દેદારોની બેઠક યોજાઇ

- text


મહિલા દૂધ ઉત્પાદક સંઘના બિલ્ડીંગ અને ચિલિંગ પ્લાન્ટનું સીએમના હસ્તે ખાતમુહૂર્ત થનાર હોય જેમાં લોકોને હાજર રહેવા આહવાન કરાયું

હળવદ: આજ રોજ હળવદ ખાતે આવેલ માર્કેટિંગ યાર્ડમાં હળવદ તાલુકાના દૂધ મંડળીના પ્રમુખ અને મંત્રીઓની બેઠક યોજાઇ હતી. આગામી તારીખ ૭ના રોજ મોરબી દૂધ ઉત્પાદક સંઘના બિલ્ડિંગના ખાત મુહૂર્ત પ્રસંગે આવતા મુખ્યમંત્રીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોને હાજર રહેવા આહવાન આપવામાં આવ્યું હતું.

- text

ગુજરાત રાજ્યના સૌપ્રથમ મોરબીમાં આવેલા એકમાત્ર મહિલાઓ સંચાલિત મહીલા દુધ સંઘની સ્થાપના કરવામાં આવી હતી. જેના બિલ્ડીંગ અને ચીલીંગ પ્લાન્ટનું આગામી તારીખ ૭ના રોજ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. મહિલા સહકાર સંમેલન પણ યોજાનાર હોય, જેમાં લોકોએ મોટી સંખ્યામાં હાજર રહેવા જણાવાયુ છે.

આ તકે મોરબી માર્કેટિંગ યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવીયા, નરેન્દ્રસિંહ રાણા, વિનોદભાઈ વામજા, હળવદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન રણછોડભાઈ પટેલ, દેવશીભાઈ ભરવાડ, મોરબી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ વલ્લભભાઈ પટેલ, ચંદુભાઈ સિહોરા તેમજ દૂધ સંઘના સિનિયર સુપરવાઇઝર બાબુલાલ પંચાલ, હળવદ બી.એમ.સી.ના સુપરવાઇઝર ગૌરાંગભાઈ રામાનુજ, હાર્દિકભાઈ પંચાલ સહિતના દૂધ સંઘના કર્મચારીઓ હાજર રહ્યા હતાં.

- text