મોરબીમાં શૈલેષ કાલરીયા લિખિત ‘ક્ષણોનું સામ્રાજ્ય’ પુસ્તકનું વિમોચન કરાયું

- text


મોરબી : લેખક શૈલેષ કાલરીયા ‘દોસ્ત’ લિખિત ‘ક્ષણોનું સામ્રાજ્ય’ લઘુકથા પુસ્તક તથા સ્વરચિત બાળગીતોની ડી.વી.ડી. ‘મજાના બાળગીતો’નો વિમોચન સમારોહ ગઈકાલે તા. 19 ઓક્ટોબરના રોજ સાંજે 5થી 7 કલાકે નીલકંઠ વિદ્યાલય, રવાપર રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યો હતો. આ તકે સુપ્રસિદ્ધ ગઝલકાર કાયમઅલી હઝારી, કવિ હરેશ વડાદીયા, બાળરોગ નિષ્ણાત ડો. સતીશ પટેલ, કેળવણીકાર ડો. હાજીભાઇ બાદી, પ્રકૃતિપ્રેમી ઘનશ્યામભાઈ ડાંગર, કેળવણીકાર દિનેશભાઇ વડસોલા તથા જીતુભાઇ વડસોલા તેમજ હાસ્યલેખક અમૃત કાંજીયાએ વક્તવ્યમાં પુસ્તક તથા ડી.વી.ડી.ની સમીક્ષા કરી હતી.

- text

ઉલ્લેખનીય છે કે લેખક શૈલેષ કાલરીયાનું પાંચમું પુસ્તક છે. તેમને પુસ્તક માટે સાહિત્ય અકાદમી – ગાંધીનગરની આર્થિક સહાય પ્રાપ્ત થયેલ છે. આ કાર્યક્રમમાં પુસ્તક પરબ મોરબી, બાળનગરી ટિમ, કેશવ સેવા દળના સભ્યો સહીત સમાજના અગ્રગણ્ય આગેવાનો તથા સાહિત્ય રસિકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં આભારવિધિ પ્રિયા શૈલેષભાઇ તથા કાવ્યન શૈલેષભાઇ દ્વારા કરવામાં આવી હતી. તેમજ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે દિનેશ વડસોલા તથા જીતુ વડસોલાએ જહેમત ઉઠાવી હતી.


 

- text