મોરબીની સરકારી કચેરીઓમાં જ સ્વચ્છતાનું ચીરહરણ

- text


જિલ્લા સેવા સદન, પ્રાંત કચેરી તેમજ મામલતદાર કચેરીઓમાં ઠેર ઠેર ગંદકીના ગંજ : અધિકારીઓએ સ્વચ્છતા જાળવવાના શ્રી ગણેશ પહેલા પોતાની ઓફિસેથી જ કરવાની જરૂર

મોરબી : મોરબીમાં હાલ સ્વચ્છતા અભિયાન હાલ પુરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે તંત્રવાહકો જ્યા બેસે છે તે જ સરકારી કચેરીઓમાં સ્વચ્છતાનું ચીરહરણ થતું જોવા મળી રહ્યું છે. ત્યારે અધિકારીઓ સ્વચ્છતાના શ્રી ગણેશ પોતાની કચેરીએથી જ શરૂ કરે તેવો પ્રજામાં સુર ઉઠ્યો છે. હાલ મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિનું વર્ષ ચાલી રહ્યું છે. આ વર્ષે સ્વચ્છતા ઉપર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે. ત્યારે લોકોને સ્વચ્છતા તરફ વાળવાનું જેમનું કામ છે તે તંત્રવાહકોની કચેરી જ ગંદકીથી ખદબદી રહી હોવાનું ધ્યાને આવ્યું છે. મોરબીમા જિલ્લા સેવા સદન, પ્રાંત કચેરી તેમજ મામલતદાર કચેરીમાં ઠેર ઠેર ગંદકીના ગંજ જામ્યા છે. અનેક ખૂણે કચરાના ઢગલા પણ જોવા મળે છે. વધુમાં જો કચરો એકત્ર કર્યો હોય તો પણ તેનો યોગ્ય જગ્યાએ નિકાલ કરવાને બદલે ત્યાં જ સળગાવી દેવામાં આવતો હોવાનું પણ ધ્યાને આવે છે.

- text

આ ઉપરાંત કચેરીઓમાં પીવા લાયક પાણીની વ્યવસ્થાનો પણ અભાવ વર્તાઈ છે. જેના કારણે અરજદારોને પણ હાલાકી વેઠવી પડે છે. આ ઉપરાંત અનેક ઓફિસોમાં સરકારી બાબુઓ કાયમ મસ્ત રીતે ખુરશીમાં બેસીને બાજુની બારીએથી પાનની પિચકારી મારતા હોય તેવા નિશાન પણ જોવા મળે છે. આમ સરકારી કચેરીઓમાં જ સ્વચ્છતાનો અભાવ જોવા મળતો હોવાથી તંત્રવાહકોએ સ્વચ્છતા અભિયાનમાં ફોટો શૂટ કરાવવાને બદલે પોતાની કચેરીએથી જ સ્વચ્છતાના શ્રી ગણેશ કરવા જોઈએ તેવો સુર ઉઠ્યો છે


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text