શનાળા બાયપાસ નજીક અજાણ્યા વાહનની ઠોકરે યુવાન ઈજાગ્રસ્ત

- text


મોરબી : મોરબીના શનાળા બાયપાસ નજીક હોટલ પાસે આઈશર ટ્રકમાં હવા ચેક કરાવી રહેલા ડ્રાયવર યુવકને એક અજાણ્યો વાહન ચાલક ઠોકરે ચડાવીને નાસી છૂટ્યો હતો. આ બનાવની ફરિયાદ થતા પોલીસે નાસી છૂટેલા વાહન ચાલક સામે ગુન્હો નોંધી તેની ભાળ મેળવવાના પ્રયાસો આદર્યા છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર કચ્છ ભચાઉના રહેવાસી લાખાભાઈ હીરાભાઈ ઘાંઘરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના મામાનો દીકરો મોમાયાભાઈ પોતાના આઈસર ટેમ્પો નં GJ 12 AW 0275 મોરબી- રાજકોટ હાઈવે પર શનાળા રોડ મુરલીધર હોટેલ સામે રાખીને ટાયરોની હવા ચેક કરતા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેને ઠોકરે ચડાવતા માથા તથા હાથ પગમાં ઈજા પહોંચી છે. આ બનાવ બાદ અજાણ્યો વાહનચાલક નાસી ગયો છે. પોલીસે બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

 

- text