લોકોની સમસ્યા ન ઉકેલાતા મોરબી નગર પાલિકાના કાઉન્સિલરનો આત્મવિલોપનનો પ્રયાસ

- text


કાઉન્સિલર આત્મવિલોપન કરે તે પૂર્વે પોલીસે તેની અટકાયત કરીને કલેકટર સમક્ષ રજુ કર્યા : કલેકટરે તેમના વોર્ડના પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપતા મામલો હાલ પૂરતો થાળે પડ્યો

મોરબી : મોરબીના વોર્ડ નંબર 4 ના કાઉન્સિલરે આજે તેમના વિસ્તારની પ્રાથમિક સુવિધાના પ્રશ્ને જિલ્લા કલેકટર કચેરીએ આત્મવિલોપન ચીમકી આપી હતી. જેના પગલે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. દરમિયાન આજે બપોરે કાઉન્સિલરે જિલ્લા કલેકટર કચેરીએ પહોંચી આત્મવિલોપનનો પ્રયાસ કરતા પોલીસે તેને અટકાવીને કલેકટર સમક્ષ રજુ કર્યા હતા. આથી, કલેકટરે તેમના વિસ્તારની પ્રાથમિક સુવિધાના પ્રશ્ન ઉકેલવાની ખાતરી આપતા હાલ પૂરતો મામલો થાળે પડ્યો હતો. મોરબીના સામાકાંઠે વોર્ડ નંબર 4 ના કાઉન્સિલર ગૌતમભાઈ સોલંકીએ થોડા દિવસો અંગાઉ જિલ્લા કલેકટરને રજુઆત કરી હતી કે તેમના વોર્ડ નંબર 4માં આવેલ તમામ વિસ્તારોમાં વર્ષોથી પ્રાથમિક સુવિધાનું કોઈ નામો નિશાન જ નથી. વોર્ડ નંબર 4માં આવેલા તમામ વિસ્તારોમાં ઉબડ-ખાબડ રોડ રસ્તા અને ઉભરાતી ગટરની ગંદકી, સ્ટ્રીટ લાઈટ બંધ હાલતમાં તથા સફાઈના અભાવ સહિતની પ્રાથમિક સુવિધાના અભાવે સ્થાનિક લોકો ભારે હેરાન થાય છે. અનેક રજુઆત કરવા છતાં નિભર તંત્ર કોઈ મચક આપતું ન હોવાથી તેમણે આજે મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે તેમના વિસ્તારના પ્રાણ પ્રશ્નો મુદ્દે આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી.

- text

જેના પગલે તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. કાઉન્સિલરની આજે આત્મવિલોપનની ચીમકીને પગલે કલેકટર કચેરીએ આજે સવારથી ચુસ્ત પોલીસ બોડોબસ્ત ખડકી દેવાયો હતો. તેમજ અબ્યુલન્સ સ્ટાફને પણ ખડેપગે રખાયા હતા. દરમિયાન આ કાઉન્સિલર આજે બપોરના સમયે કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. તેમણે આવીને સીધા આત્મવિલોપનનો પ્રયાસ કરતા તુરંત જ પોલીસે તેની અટકાયત કરી હતો. જો કે આ સમયે કલેકટર કચેરીમાં અનેક લોકો ઉમટી પડ્યા હતા અને કાઉન્સિલરની અટકાયત કરીને કલેકટર સમક્ષ રજુ કરતા કલેકટરે તેમના વિસ્તારના પ્રશ્નો હલ કરવાની ખાતરી આપતા હાલ પૂરતો મામલો થાળે પડ્યો હતો.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text