ખાખરાળા ગામના 11 ખેડૂતોનો પાક જંતુનાશક દવાઓના કારણે નિષ્ફળ જતા વળતરની માંગણી

- text


મોરબી : મોરબી તાલુકાના ખાખરાળાં ગામના 11 ખેડૂતોનો કપાસનો પાક જંતુનાશક દવાઓના કારણે નિષ્ફળ જતા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા જંતુનાશક દવાની કંપનીઓને વળતરની માંગણી કરવામાં આવી છે.

આ અગાઉ લાલજીભાઈ મહેતાએ ખેતીવાડી ખાતું તેમજ ખોરાક અને ઔષધ વિભાગને જણાવેલ કે જિલ્લામાં નકલી બિયારણ, નકલી ખાતર, નકલી જંતુનાશક દવા આવી રહી છે. જેની તાપસ કરવી જરૂરી છે. પરંતુ આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવ્યો ન હતો.

વર્તમાનમાં મોરબી તાલુકાના ખાખરાળાં ગામના 11 ખેડૂતોએ જંતુનાશક દવાના કારણે કપાસ નિષ્ફળ જવાની ફરિયાદ ગ્રાહક સુરક્ષા મંડળને કરી છે. કંપનીના અધિકારીઓ તથા વિક્રેતાઓની હાજરીમાં ડેમો કરવામાં આવતા દવાઓના કારણે પાક નિષ્ફળ ગયો હોવાનું સાબિત થયું છે. જેના લીધે કંપનીઓએ ખેડૂતોને વળતર આપવું જોઈએ તેવી માંગણી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા કરવામાં આવી છે. તેમજ જો ખેડૂતોના હિતમાં પગલાં નહિ લેવાય તો કાનૂની રાહે પ્રક્રિયા કરવામાં આવશે તેવું લાલજીભાઈ મહેતાએ યાદીમાં જણાવ્યું છે.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text