હળવદ : ગરબી જોવા સાઈડમાં ઉભા રહેવાનું કહેતા યુવાનને છરી મારી

- text


એક શખ્સ સામે છરીથી હુમલો કર્યાનો ગુનો નોંધાયો

હળવદ : હળવદ તાલુકાના ચરાડવા ગામે ગરબી જોવા માટે સાઈડમાં ઉભા રહેવાનું કહેતા ઉશ્કેરાયેલા એક શખ્સે યુવાનને છરી ઝીકી દીધી હતી. બાદમાં આ બનાવ અંગે યુવાને ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

આ બનાવની હળવદ પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા અને ખેતીકામ કરતા દિનેશભાઇ ત્રિભુવનભાઈ સોનાગ્રા ઉ.વ.26 નામના યુવાને માળીયા તાલુકાના વેણાસર ગામે રહેતા જયેશભાઇ જીવણભાઈ કોળી સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.8 ના રોજ રાત્રીના સાડા બારેક વાગ્યાના સુમારે હળવદ તાલુકાના ચરાડવા ગામે આવેલ હનુમાન ચોક પાસે નવરાત્રી હોય આરોપી ઓટલા પર ઉભો હોય ત્યારે ફરિયાદીએ તેના સાઈડમાં ઉભા રહેવાનું કહેતા ઉશ્કેરાયેલા આરોપીએ ફરિયાદી પર છરી વડે હુમલો કર્યો હતો. આ બનાવ બાદ યુવાને ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text