મોરબી : જય વેલનાથ યુવા ગ્રુપના સભ્યના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરાઈ

મોરબી : મોરબીના જય વેલનાથ યુવા ગ્રુપના સભ્ય વિષ્ણુ જે. મજેઠિયાએ પોતાના જન્મદિવસ નિમિત્તે સો ઓરડી, જિલ્લા સેવા સદનની બાજુમાં આવેલા ચુંવાળીયા કોળી ઠાકોર સમાજની બોર્ડિંગ ખાતે સફાઈ કરી વૃક્ષારોપણ કર્યું હતું. તેમજ વિદ્યાર્થીઓને વૃક્ષારોપણ તથા સ્વચ્છતા રાખવાની અપીલ કરી હતી. આ રીતે તેઓએ જન્મદિવસની પ્રેરણાદાયક ઉજવણી કરી હતી.