કડિયાણાંની પે સેન્ટર શાળા દ્વારા ભામાશા સન્માન કાર્યક્રમ યોજાયો

મોરબી : સરકારની જોગવાઇ અનુસાર શાળાઓને ધોરણ ૭ તથા ૮મા જ્ઞાનકુંજ ડિજિટલ સુવિધાવાળા 2 વર્ગખંડ તૈયાર કરી આપવામાં આવે છે. આ યોજનાના વિચારબીજને લઈને ગામની સેવાભાવી દુધ ઉત્પાદક સહકારી મંડળીએ આગળ આવીને શાળાને રૂ. ૫૦૦૦૦/- દાનમા આપીને શાળાને ત્રીજો ડીઝીટલ વર્ગખંડ બનાવવા માટે જે સહયોગ આપેલ છે. જેના બદલ શાળામા દુધ ઉત્પાદક સરકારી મંડળીના પ્રમુખ તથા તમામ કારોબારી સભ્યો માટે સન્માન કાર્યક્રમ રાખવામા આવ્યો હતો. જેમા પ્રમુખ હરજીભાઇ હિંદુભાઇ રાતડીયા તથા મંત્રી રાયમલ રમુભાઇ ઠુંગાનુ આ તકે સાલ ઓઢાડીને સન્માન કરવામા આવ્યુ હતું. અને ગામ લોકો દ્વારા આ વર્ગખંડ્ને વિદ્યાર્થીઓ માટે ખુલ્લો મુકવામા આવ્યો હતો.

આ ઉપરાંત, શાળાના નિવ્રુત શિક્ષક બાબુ સાહેબ વરમોરાના પુત્ર વરમોરા રાજેશભાઇ (મુન્નાભાઇ) તરફથી શાળામા બાળક્રિડાગણ બનાવવા માટે રૂ. ૩૦૦૦૦/- આપીને શાળાએ બાળકોને આવવુ ગમે તેવો બગીચો બનાવવા સહયોગ આપેલ છે. તેઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. અને ગામ લોકો દ્વારા બાળ ક્રિડાગણને બાળકો માટે ખુલ્લો મુકવામા આવ્યો હતો. તેમજ શાળાના કાયમી દાતા કે જેઓ શાળા માટે ભામાશા છે. તેમનુ સાલ ઓઢાડી સન્માન કરવામા આવ્યુ હતું.

આ તકે તમામ દાતાઓને સન્માનીત કરવા માટે તાલુકા પ્રાથમીક શિક્ષણાધિકારી ડો. જે. જી. વોરા સાહેબ તથા બી.આર.સી. કો-ઓર્ડેનેટર પ્રવીણસિંહ ચૌહાણ ઉપસ્થીત રહ્યા હતા. ઉપસ્થીત તમામ દાતાઓનો તથા અધિકારીઓનો શાળાના આચાર્ય મહેંદ્રભાઇ ગોસરા તથા કાર્યકારી આચાર્ય રાકેશભાઇ પટેલ દ્વારા આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે સરપંચ હરજીભાઈ વધરેકિયા તેમજ ગામના આગેવાનોની હાજરીમાં આ ભામાશા સન્માન કાર્યક્રમ યોજાયો હતો.