જબલપુરમાં ડૉ. વિક્રમ સારાભાઈ વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન યોજાયું

ટંકારા : ગઈકાલે તા.17 સપ્ટે.ના રોજ જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ અને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ માર્ગદર્શિત તાલુકા પંચાયત અને બી.આર.સી.ભવન ટંકારા દ્વારા તાલુકા કક્ષાનું ડૉ. વિક્રમ સારાભાઈ વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન : 2019 જબલપુર પ્રાથમિક શાળામાં યોજાયું હતું.ટકાઉ વિકાસ માટે વિજ્ઞાન અને તકનીકી મુખ્ય વિષય અંતર્ગત ટકાઉ કૃષિ પધ્ધતિઓ, સ્વચ્છતા અને સ્વાસ્થ્ય, સંસાધન અને વ્યવસ્થાપન, ઔદ્યોગિક વિકાસ, ભવિષ્યમાં પરિવહન અને પ્રત્યાયન તેમજ શૈક્ષણિક રમતો/ગાણિતિક નમૂના નિર્માણ એ પાંચ પેટા વિષયો મુજબના કુલ પાંચ વિભાગમાં તાલુકાના કુલ 6 ક્લસ્ટરમાંથી દરેક વિભાગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર કુલ 30 શાળાઓએ આ પ્રદર્શનમાં પોતાની કૃતિ રજૂ કરી હતી.

ટંકારા-પડધરી મતવિસ્તારના ધારાસભ્ય લલિતભાઈ કગથરાના હસ્તે પ્રદર્શન ખુલ્લું મુકાયું હતું. આ તકે ઉદ્દઘાટન સમારોહમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના ઉપપ્રમુખ શૈલેષભાઈ સાણજા, તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઇ સંઘાણી, જબલપુર ગામના સરપંચ કિશોરભાઈ, ઉપસરપંચ વિનોદભાઈ, ગામ અગ્રણી પ્રભુભાઈ કામરીયા, અમુભાઈ ફેફર, આર.પી.મેરજા, યોગેશભાઈ ઘેટિયા ઉપસ્થિત રહ્યા હતા. પ્રદર્શન દરમિયાન તમામ બાળ વૈજ્ઞાનિકોએ ઉત્સાહભેર પોતાની કૃતિઓ નિહાળવા આવનાર વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ ગ્રામજનો સમક્ષ રજુ કરી હતી.

આ ઉપરાંત, વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શનની સાથે Energised Text Book – DIKSHA PORTAL અંગેનો સ્ટોલ, પ્રજ્ઞા સ્ટોલ, ડો.વિક્રમ સારાભાઈના જીવન વિષય પર વકતૃત્વ અને નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. તેમજ જુના ચલણી સિક્કા અને નોટનું પ્રદર્શન પણ રાખવામાં આવ્યું હતું.

પ્રદર્શનનો સમાપન સમારોહ કાર્યક્રમ મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુરભાઈ પારેખ સાહેબના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. આ તકે ટંકારા તાલુકાના પી.એસ.આઈ. લલિતાબેન બગડા, શૈલેષભાઈ સાણજા, ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ છાયાબેન માકાસણા, મહામંત્રી વિરમભાઈ દેસાઈ, ડાયેટમાંથી દિપાલિબેન વડગામા, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દીપાબેન હરેશભાઇ ભાલોડિયા, જીજ્ઞેશભાઈ મગનભાઈ ઉજરીયા, મયુરભાઈ ફેફર ઉપસ્થિત રહ્યા હતા.

તમામ ભાગ લેનાર બાળકોને શિલ્ડ અને પ્રમાણપત્ર લેવિટા પોલીપેક – હીરાપર હ. જયેશભાઈ ફેફર દ્વારા આપવામાં આવ્યા હતા. તેમજ જબલપુર ગ્રામ પંચાયત અને એસ.એમ.સી. તરફથી પુસ્તક અને પેન તેમજ નૈમિશભાઈ પાલરીયા તરફથી પેન આપવામાં આવી હતી. આ તકે તમામ દાતાશ્રીઓનો સન્માન પત્ર આપી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

સમગ્ર પ્રદર્શનના સુંદર અને સફળતાપૂર્વક આયોજન માટે બી.આર.સી. કો-ઓર્ડિનેટર કલ્પેશભાઈ ફેફર, સી.આર.સી.ભીખાલાલ, ભાવેશભાઈ, આનંદભાઈ, પરેશભાઈ, ભરતભાઇ, હેમંતભાઈ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. તેમજ સમગ્ર પ્રદર્શનનું સંચાલન તાલુકાના ઉત્સાહી શિક્ષક જયેશભાઈ પાડલીયા દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું હતું.