મોરબીમાંથી સગીરાને ભગાડી જનાર યુવક કેશોદમાંથી ઝડપાયો

- text


મોરબી : મોરબી તાલુકાના જુના જાંબુડિયા ગામના એક કારખાનમાંથી સગીરાનું અપહરણ કરી ભગાડી જનાર યુવકને ભોગ બનનાર સગીરા સાથે જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાંથી મોરબી સર્કલ પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મૂળ હળવદ તાલુકાના રાયસંગપર ગામનો રહેવાસી સંજય કાંતિલાલ ગેડાણી ઉં.વ. 20 ગત તારીખ 19 જૂનના રોજ જુના જાંબુડિયા લકઝરીયસ સ્ટેપ રાયઝર કારખાનમાંથી એક સગીર વયની બાળાનું લલચાવી ફોસલાવી અપહરણ કરી ભગાડીને લઈ ગયાની ફરિયાદ સગીરાના પરિવારજનોએ કરતા મોરબી સર્કલ પોલીસ એ અંગે તપાસ ચલાવી રહી હતી. એ દરમ્યાન અપહરણકર્તા અંગે બાતમી મળતા પોલીસે જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અજાબ ગામે પરેશભાઈ પટેલની વાડીમાં તપાસ કરતા આરોપી ભોગબનનાર સગીરા સાથે મળી આવ્યો હતો. આથી પોલીસે આરોપીની અટકાયત કરી ભોગ બનનાર સાથે મોરબી લઈ આવી સગીરાને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ ખસેડી આરોપી વિરુદ્ધ IPC કલમ 363, 366, 376(2)આઈ, તથા પોકસો એકટની કલમ-4,6 ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text