માળીયા નજીક રૂ.1.74 લાખનો વિદેશી દારૂ ભરેલી સ્વીફ્ટ કાર સાથે એક ઝડપાયો

- text


દારૂ મોકલનાર કચ્છના બુટલેગરનું નામ ખુલ્યું

મોરબી : મોરબી એલસીબી સ્ટાફે બાતમીના આધારે કચ્છ- માળીયા હાઇવે પર રૂ.1.74 લાખના વિદેશી દારૂ ભરેલી સ્વીફ્ટ ગાડી સાથે એક આરોપીને ઝડપી લીધો હતો.જ્યારે આ આરોપીની પૂછપરછમાં દારૂ મોકલનાર કચ્છના બુટલેગરનું નામ ખુલતા પોલીસે તેની સામે ગુનો નોંધી ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text

મોરબી એલસીબી સ્ટાફને 348 ઈંગ્લીશ દારૂની બોટલ ભરેલી સ્વીફ્ટ કાર ઝડપી લેવાની સફળતા મળી છે.આ બનાવની મોરબી એલસીબી પાસેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબી જિલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલાએ દારૂની બદી નાબૂદ કરવાની સૂચના આપતા એલસીબી પીઆઇ વી.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ એસીબીના એ.એસ.આઇ.હિતેન્દ્રસિંહ ચુડાસમા અને પો.કોન્સ.નંદલાલભાઈ વરમોરાને ખાનગી રાહે બાતમી મળી હતી કે,હેમંતભાઈ અરજણભાઈ રોઠોડ પોતાના હવાલાવાળી મારુતિ સ્વીફ્ટ કાર નંબર જી.જે.24 કે.8107માં ગેરકાયદે ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરીને નવજીવન હોટલ સામે કચ્છ માળીયા રોડ તરફ આવે છે.આ બાતમીના આધારે એલસીબી સ્ટાફ નવજીવન હોટલ સામે કચ્છ માળીયા હાઇવે પર વોચમાં ગોઠવાયો હતો અને તે સમયે બાતમીના નબરવાળી સ્વિફ્ટ કાર પસાર થતા પોલીસે કારને અટકાવીને તલાશી લેતા કારમાંથી રૂ.1.74 લાખની કિંમતની 348 ઈંગ્લીશ દારૂની બોટલો મળી આવી હતી.આથી પોલીસે કારમાં બેઠેલા આરોપી હેમંતભાઈ અરજણભાઈ રાઠોડ રહે ગાંધીધામવાળાને ઈંગ્લીશ દારૂ.કાર તથા મોબાઈલ મળી કુલ રૂ.4.79 લાખના મુદામાલ સાથે ઝડપી.લીધો હતો.આ આરોપીની પૂછપરછમાં આ દારૂનો જથ્થો.મોકલનાર તરીકે રામજીભાઈ મકવાણા રહે ચિત્રોડ રાપર વાળાનું નામ આપતા પોલીસે તેની સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text