ખેલ મહાકુંભની ચેસ સ્પર્ધામાં મોરબીની જુડવા બહેનોએ મેળવી ઝળહળતી સફળતા

મોરબી : મોરબીના તબીબ દંપતી ડો. રાકેશ કંઝારીયા અને ડો. અર્ચના કંઝારીયાની જુડવા દિકરીઓ ઝીલ કંઝારિયા અને ઝીંકલ કંઝારિયાએ ખેલ મહાકુંભ અંતર્ગત તાલુકા કક્ષાએ યોજાયેલી અન્ડર-11 ચેસ સ્પર્ધામાં અનુક્રમે પ્રથમ અને દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી સમાજનું ગૌરવ વધાર્યું હતું. આ ઉપરાંત, ગત તા. 9 સપ્ટે.ના રોજ ગ્રીનવેલી સ્કુલ-લજાઇ ખાતે યોજાયેલ જીલ્લા કક્ષાની અંડર-11 ચેસ સ્પર્ધામાં પણ ઝીલ કંઝારિયાએ પ્રથમ સ્થાન અને ઝીંકલ દ્રીતિય સ્થાન મેળવેલ હતો. ઉલ્લ્લેખનીય છે કે, હાલમાં બંને બહેનો રાજ્યકક્ષાએ સફળતા મેળવવા તૈયારી કરી રહી છે. આ તકે, કંઝારિયા પરિવાર તરફથી બંને બહેનોને શુભેચ્છા પાઠવવામાં આવી હતી