મોરબીના મચ્છુ 2 ડેમ ઉપર બે કલાકમાં 2 ઇંચ : ફરીથી 5 દરવાજા 2 ફૂટ ખોલાયા

- text


મોરબી શહેર, ટંકારા અને ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદ યથાવત

મોરબી : મોરબીમાં બપોરે 2 વાગ્યા બાદ ધોધમાર વરસાદ શરૂ થયો છે. જેમાં 4 વાગ્યા બાદ ફરીથી મોરબી અને ટંકારાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ પડી રહયાના સમાચાર મળી રહ્યા છે. જ્યારે મોરબીના મહાકાય મચ્છુ 2 ડેમ ઉપર બે કલાકમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ઉપરવાસમાં પણ ભારે વરસાદના પગલે બપોર બાદ ડેમમાં ફરીથી પાણીની આવકમાં વધારો નોંધાતા ડેમના 3 દરવાજા માંથી વધારી ફરીથી 5 દરવાજા 2 ફૂટ સુધી ખોલવાની ફરજ પડી છે. અને ડેમમાંથી હાલ 6541 કયુસેક પાણી છોડાય રહ્યું છે. જ્યારે મોરબી શહેરમાં સતત વરસાદના પગલે મોટાભાગના વિસ્તારોમાં અને રસ્તાઓ ઉપર ગોઠણડૂબ પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

- text