મોરબીમાં આજે રાત્રે તાજીયા પડમાં આવશે : કાલે 11 તાજીયાના ઝુલુસ સાથે મોહરમ પર્વ ઉજવાશે

- text


મોરબી : મોરબીમાં મુસ્લિમ સમાજ દ્વારા કાલે મહોરમ પર્વની અસ્થાભેર ઉજવણી કરાશે. આજે રાત્રે માતમ સાથે તાજીયાઓ પડમાં આવશે અને કાલે 11 તાજીયાઓ સાથેનું વિશાળ ઝુલુસ નીકળશે. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈને માતમનું પર્વ મનાવશે.

મોરબીમાં મોહરમ પર્વને લઈને છેલ્લા કેટલાક સમયથી ઠેરઠેર સબીલો શરૂ કરવામાં આવ્યા હતા. જેમાં ઠંડા પીણાં સહિતની ખાંદ્ય ચીજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ વાઇઝ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. ત્યારે આવતી કાલે કરબલાની શહીદોની યાદમાં મહોરમ પર્વ ભારે માતમ સાથે મનાવાશે. જેમાં મહોરમ પર્વને લઈને ખાસ કલાત્મક તાજીયાઓ તૈયાર કરવામાં આવ્યા છે અને આવતીકાલે મહોરમ પર્વ નિમિતે 11 તાજીયાઓનું વિશાળ ઝુલુસ નીકળશે. આ તાજીયાઓ આજે રાત્રે શહેરે ખતીબ રસીદ મિયા બાપુની આગેવાનીમાં પડમાં આવશે.

- text

11 તાજીયાઓના ઝુલુસની તમામ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. છેલ્લા એક માસથી તાજીયા બનાવવાની તૈયારીઓ થઈ રહી હતી. જેમાં 1 ખાટકીવાસ, 2 નાયકવાડ, 3 સરગિય શેરી,4 સિપાઈ વાસ,5 ઘાંચીપરા,6 મકરાણી વાસ , 7 કાલિકા પ્લોટ ,8 ફૂલછાબ કોલોની, 9 જોન્સનગર, 10 મકરાણી વાસ ,11 નંબર મતવા વાસ- વજેપર એમ 11 તાજીયા આજે માતમમાં આવ્યા બાદ પોત પોતાના વિસ્તારમાં જશે બાદમાં કાલે સરઘસ રૂપે શહેરભરમાં ફરશે અને કાલે સાંજે નગર દરવાજના ચોકમાં આગાવેનોની હાજરીમાં આ તાજીયાઓનું સમાપન કરવામાં આવશે.

- text