મોરબી પાલિકામાં ભાજપની તાળાબંધી બાદ બે વિસ્તારના લોકોનો પણ સમસ્યા બાબતે મોરચો

- text


બન્ને વિસ્તારના સ્થાનિક લોકોએ ગટર તથા દૂષિત પાણી પ્રશ્ને તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો

મોરબી : કોગ્રેસ શાસિત મોરબી પાલિકા લોકોના પ્રશ્નો ઉકેલવામાં સંદતર નિષફળ નીવડી હોવાના સુર સાથે ભાજપે પાલિકામાં તાળાબંધી કરી હતી. ત્યાર બાદ બે વિસ્તારના લોકોએ પાલિકામાં મોરચો માંડ્યો હતો અને બન્ને વિસ્તારના લોકોએ ગટરના પ્રશ્ન તથા દૂષિત પાણી વિતરણનો પ્રશ્ન ઉકેલવામાં નિષ્ફળ રહેતા તંત્ર સામે ઉગ્ર અકોશ ઠાલવ્યો હતો.

મોરબી શહેર તંત્રના પાપે છેલ્લા ઘણા સમયથી સમસ્યાઓથી ઘેરાઈ ગયું છે. તેથી લોકોને વારંવાર પાલિકામાં મોરચો માંડવો પડે છે. તેથી લોકોના પ્રશ્ને સદંતર નિષ્ફળ ગયેલા કોંગ્રેસ શાસિત મોરબી પાલિકા તંત્રને ફરજનું ભાન કરાવવા માટે તાળાબંધી કરી હતી. બાદમાં બે વિસ્તારના લોકોના ટોળા પાલિકા કચેરીએ આવ્યા હતા. જેમાં કુંભાર શેરીના લોકોએ પાલિકા તંત્રને રજુઆત કરી હતી કે, તેમના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટરની સમસ્યા સર્જાય છે.ગટરના પાણી આખા વિસ્તારમાં ફરી વળ્યાં છે તેથી ભારે દુર્ગધ ફેલાઈ છે અને રોગચાળો વકરે તેવી નાજુક હાલત છે. તેથી સ્થાનિક લોકોના આરોગ્યના હિતને ધ્યાને લઈને આ ગટરની સમસ્યાઓ ઉકેલવાની તંત્ર સમક્ષ માંગ કરી હતી.

- text

તેમજ બીજા વાઘપરા વિસ્તારમાં ટોળાંએ પાલિકા તંત્રને આવેદનપત્ર આપીને રજુઆત કરી હતી કે, વાઘપરા શેરી નંબર 1 થી 17માં છેલ્લા 20 દિવસથી ડોહળા પાણીનું વિતરણ કરવામાં આવે છે.આ પાણી એટલી હદે ગંદુ અને વાસ મારે છે કે પીવામાં ઉપયોગમાં લેવામાં આવે તો પાણીજન્ય રોગચાળો વકરી શકે તેવી નોબત છે.પીવામાં તો ઠીક આ પાણી વાપરવામાં લઈ શકાતું નથી ,આ બાબતે અવાર નવાર રજુઆત કરવા છતાં આ પ્રશ્નનું નિરાકરણ આવ્યું નથી. તેથી આ રજુઆત ધ્યાને લઈને પાલિકા તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ કરી છે.જોકે એક વાત સ્પષ્ટપણે કહી શકાય કે શહેરમાં સમસ્યા એટલી હદે વધી ગઈ છે દરરોજ કોઈને કોઈ વિસ્તારમાંથી લોકોના ટોળા પાલિકામાં આવે છે .ત્યારે આજે ભાજપના કાર્યક્રમ બાદ હવે પાલિકા તંત્ર કોઈ નક્કર કાર્યવાહી કરશે કે કેમ ? તે જોવાનું રહ્યું.

- text