હળવદમાં ગાયને ગળે ટૂંપો દઈને હત્યા કરાતા ગૌ પ્રેમીઓમાં રોષ

- text


કોઈ અજાણ્યા નરાધમોએ ગાયના ગળે દરોડાથી ટૂંપો દઈને મોતને ઘાટ ઉતારી દેતા લોકોમાં ભારે રોષ : પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને તપાસ શરુ કરી

હળવદ : હળવદના હીરાસર પાસેના વાડી વિસ્તારમાં જન્માષ્ટમીના દિવસે જ એક ગૌમતાની નિર્દયતાપૂર્વક હત્યા કર્યાનો બનાવ પ્રકાશમાં આવતા ગૌપ્રેમીઓમાં ભારે અરેરાટી મચી ગઇ છે. જેમાં કોઈ અજાણ્યા નરાધમોએ એક ગાય માતાના ગળે દોરડા વડે ટૂંપો દઈને મોતને ઘાટ ઉતારી દેતા લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. જોકે હાલ હળવદ પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને સમગ્ર બનાવ અંગે તપાસ શરૂ કરી છે.

- text

હળવદના હીરાસર પાસેના વાડી વિસ્તારમાં ગઈકાલે જન્માષ્ટમીના પાવન અવસરે સાંજના સમયે એક ગાયની ક્રૂર હત્યા કરવામાં આવી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં ગઈકાલે સાંજના સમયે આ નિર્જન વાડી વિસ્તારમાં કોઈ અજાણ્યા નરાધમોએ આ ગાય માતાને ગળે દોરડા વડે ટૂંપો દઈને નિર્દયતાપૂર્વક પ્રાણ હરી લીધા હોવાનું હાલના તબબકે જાણવા મળ્યું છે. લોકોએ ગૌમતાની નિર્દયતાપૂર્વક હત્યા કરનાર નરાધમોને કડક સજા કરવાની માંગ કરી છે.

- text