મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત જાહેર લોકમેળામાં રાઇડોને મંજૂરી અપાઈ : માનવ મહેરામણ ઉમટી પડ્યું

- text


મોટી સંખ્યામાં મેળાના માણીગરો ઉમટી પડીને મેળાની મોજ માણી

મોરબી : સમગ્ર મોરબીવાસીઓ એકદમ સુરક્ષિત વાતાવરણમાં પરિવાર સાથે આનંદ કિલ્લોલ સાથે જન્માષ્ટમીનો મેળો માણી શકે તે માટે જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મોરબીવાસીઓ માટે જાહેર લોક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શીતળા સાતમના દિવસે આ જાહેર લોકમેળાને યંગ ઇન્ડિયા ગ્રુપની કાંતિકારી પરંપરા અનુસાર સર્વધર્મની બાળાઓના વરદ હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. એ સાથે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જયારે આ વખતે રાઈડ ચલાવવા માટે સરકારની નવી ગાઈડ લાઈન મુજબ મંજૂરીની પ્રક્રિયા જટિલ હોવાથી મેળાના આયોજકો દ્વારા મંજૂરી મળ્યા બાદ જ રાઇડો શરુ કરવાનો નિર્ણય લેવાયો હતો. તેવામાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જરૂરી તમામ આધારો અને પ્રમાણપત્રો રજુ કરતા આજે તંત્ર દ્વારા મેળામાં તમામ રાઈડો, ફજતો ચલાવાની મંજૂરી આપતા મેળોના શોખીનોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ હતી. અને લોકોએ મનભરીને ફજત ફાલકાની મોજ માણી હતી. જયારે છેલ્લે મળતા સમાચાર મુજબ મોરબી ઉપરાંત હળવદ અને વાંકાનેરમાં પણ મેળાઓમાં રાઇડો ચલાવાની મંજૂરી તંત્ર દ્વારા આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

મોરબીમાં સામાજિક સ્તરેથી વિવિધ કાર્યક્રમો થકી અવિરતપણે દેશભાવનાને ઉજાગર રાખવાનો સક્રિય પ્રયાસ કરતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શહેરીજનો તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો જન્માષ્ટમી નિમિતે એકદમ સુરક્ષિત વાતાવરણમાં અને નિઃશુલ્ક પ્રવેશ સાથે મેળાનો ભરપૂર આનંદ ઉઠાવી શકે તે માટે સતત 11માં વર્ષે શહેરના કંડલા બાયપાસ પાસે કામધેનુ પાર્ટી પ્લોટ નજીક આવેલ વિશાળ મેદાનમાં ક્રિષ્ના ઉત્સવ મેળા નામના જાહેર લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શીતળા સાતમના દિવસે યંગ ઇન્ડિયા ગ્રુપની પરંપરા અનુસાર સર્વધર્મની બાળાઓના વરદ હસ્તે ઉદ્ધઘાટન કરીને શુભારંભ કરવામાં આવ્યો હતો. એ સાથે મોટી સંખ્યામાં લોકો મેળો મહાલવા ઉમટી પડ્યા હતા અને મેળાની મનભરીને મોજ માણી હતી. પરંતુ મેળામાં ફજતો અને અન્ય રાઇડો ચલાવવા માટે સરકારની નવી ગાઇડલાઇન મુજબની મંજૂરી મળ્યા બાદ જ તમામ યાંત્રિક રાઇડો શરુ કરવાનો મેળાના આયોજકો દ્વારા નિર્ણય લેવાયો હતો. અને મેળામાં યાંત્રિક રાઇડોની મંજૂરી માટે જરૂરી તમામ આધારો અને પ્રમાણપત્રો રજુ કરવામાં આવ્યા હતા. જેથી કલેકટરની સૂચનાથી જે તે વિભાગ દ્વારા યંગ ઇન્ડિયા ગ્રુપના મેળામાં તમામ રાઇડો ચાલવાવની મંજૂરી આપવામાં આવી હતી. જેથી મેળાના શોખીનોમાં ખુશી છવાઈ ગઈ હતી. અને મોટી સંખ્યામાં ઉમટી પડેલા માનવમેહરામણે ફજતો સહીત તમામ રાઇડનો સલામત રીતે આનંદ માણ્યો હતો.

- text

આ મામલે યંગ ઇન્ડિયા ગ્રુપના સંસ્થાપક દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે આ મોરબીવાસીઓના નિર્ભેય આનંદ માટેનો જાહેર લોકમેળો છે. લોકોની સુખાકારીને ધ્યાને લઈને ખાસ તો સુરક્ષા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. મેળામાં રાઇડોની મંજૂરી માટે જરૂરી તમામ નિયમોનું પાલન કરવામાં આવ્યું છે. જ્યારે દેવેનભાઈએ યાંત્રિક રાઇડોને યોગ્ય સમયે મંજૂરી આપવા બદલ જવાબદાર વિભાગોના અધિકારીઓ, માર્ગ મકાન એન એલ.ઈ.કાલેજના મેલેનિકલ પ્રોફેસરો અને સરકારી તંત્ર તથા કલેકટરનો ખાસ આભાર વ્યકત કર્યો હતો. જયારે જન્માષ્ટમીના મેળા દરમિયાન યાંત્રિક રાઇડોને મંજૂરી મળે તે માટે વાંકાનેરના આગેવાન જીતુ સોમાણીએ પણ ભારે જેહમત ઉઠાવી હતી.

- text