મોરબીની સ્મિત પ્રાથમિક શાળામાં નંદમહોત્સવ ઉજવાયો

મોરબી : મોરબીની સ્મિત પ્રાથમિક શાળા દ્રારા તા. ૨૦ને મંગળવારનાં રોજ નંદમહોત્સવ ૨૦૧૯માં મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં ટ્રસ્ટી, પ્રમુખ નૈમિષાબેન જોષી, આચાર્ય તેમજ શિક્ષકો ઉપસ્થિત રહી ઇનામ વિતરણ દ્રારા બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. કાર્યક્રમમાં શાળાના બાળકોએ કૃષ્ણ ભગવાનની વેશભુષા ધારણ કરી હતી. આ સમગ્ર કાર્યક્રમને શાળાના વિદ્યાર્થીઓએ ખુબ જ મનભરીને માણી નંદમહોત્સવની ભાવભેર ઉજવણી કરી હતી.