મોરબી : નાની વાવડી ગામે જુગાર રમતા 6 ઝડપાયા

પોલીસે બાતમીના આધારે દરોડો પાડી રૂ. 85,340ની રોકડ સાથે ઝડપી લીધા

મોરબી : મોરબી જિલ્લામાં જાણે જુગારની મૌસમ ખીલી હોય અને પોલીસ તંત્ર પણ જાણે જુગારની બદી ડામવા કામે લાગ્યું હોય તેવો માહોલ સર્જાયો છે. ત્યારે મોરબી એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે દરોડો પડી નાની વાવડી ગામે બજરંગ સોસાયરીમાં ઘરમાં જુગાર રમતા 6 લોકોને રૂ.85,340ની રોકડ સાથે ઝડપી લીધા હતા.

મોરબી એ ડિવિઝન પોલીસ મથકના સેખાભાઈ મોરી અને એમ.આર.ગામેતીને મળેલી બાતમીના આધારે પોલીસે નાની વાવડી ગામમાં આવેલી બજરંગ સોસાયટીમાં મહાદેવભાઈ નાગજીભાઈ પડસુંબીયાના મકાનમાં દરોડો પડ્યો હતો. જેમાં મકાન માલિક મહાદેવભાઈ નાગજીભાઈ પડસુંબીયા ઉપરાંત અમૃતલાલ કાનજીભાઈ પડસુંબીયા, પ્રવીણભાઈ પ્રેમજીભાઈ વસીયાણી, દિલીપભાઈ વાલજીભાઇ પડસુંબીયા, મનીષભાઈ કેશવજીભાઇ મોરડીયા અને માવજીભાઈ છગનભાઇ કૈલા જુગાર રમતા રૂ. 85,340ની રોકડ સાથે રંગેહાથે ઝડપાઇ ગયા હતા.