દુકાન ચલાવવી હોય તો રૂ. 5 હજાર માંગણી કરી વેપારીને ફડાકા મારી ધમકી આપી

બે શખ્સો સામે માળીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

માળીયા : માળીયા મીયાણામાં દુકાન ચાલવવી હોય તો રૂ.5 હજાર આપવાનું કહેતા વેપારીએ આ રકમ આપવાનાનો સ્પષ્ટ ઇનકાર કરી દેતા ઉશ્કેરાયેલા બે શખ્સોએ તેમને ફડાકા મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ માળીયા પોલીસ મથકે નોંધાતા પોલીસે બન્ને આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

આ બનાવની માળીયા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર માળીયાના વાગડીયા ઝાંપા પાસે રહેતા મુસ્તાકભાઈ આમદભાઈ કટિયા નામના વેપારીએ માળિયાના પીરની ડેલી પાસે રહેતા ઇસ્માઇલભાઈ ઉર્ફે વલુભાઈ સાઉદિનભાઈ જેડા અને આરીફભાઈ ડાડાભાઈ કટિયા સામે માળીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદીને મચ્છીનો ધંધો અને દુકાન ચલાવતા હોય પણ ગતતા.16 ઓગસ્ટન રોજ બન્ને આરોપીઓ તેમની પાસે દુકાન ચલાવી હોય તો રૂ.5 હાજર આપવા પડશે તેમ કહીને રૂપિયાની માંગણી કરી હતી.પરંતુ ફરિયાદી અને તેમની સાથે રહેલા વ્યક્તિએ આ રૂપિયા આપવાનો ઇનકાર કરી દેતા ઉશ્કેરાયેલા બન્ને શખ્સોએ વેપારીને ફડાકા મારી જાનથી મારીપોલીસે બન્ને આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. નાખવાની ધમકી આપી હતી.બાદમાં તેમણે આ બનાવ અંગે ફરિયાદ નોંધાવતા માળીયા પોલીસે બન્ને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.