મોરબીમાં સ્વીટ, નમકીન અને ડેરીફાર્મના દુકાનદારોનું એસોસિએશન બનાવાયું

- text


ઉમિયા હોલ ખાતે યોજાયેલી બેઠકમાં લેવાયો નિર્ણય: મેમ્બરશીપ માટેના ફોર્મનું વિતરણ શરૂ

મોરબી : મોરબીમા સ્વીટ, નમકીન અને ડેરીફાર્મના દુકાનદારોની ઉમિયા હોલ ખાતે બેઠક યોજવામાં આવી હતી. જેમાં આ દુકાનદારોનું એસોસિએશન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ આ એસોસિએશનની મેમ્બરશીપ માટેના ફોર્મનું વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

આ બેઠકમાં દુકાનદારોએ કેટલી માત્રામાં કલર અને એસન્સ વાપરવો જોઈએ તેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ફૂડ ઓફિસર દ્વારા ફૂડ સેફટી આહારના કાયદા તથા ફૂડ લાઇસન્સ વિશે જાણકારી તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આગામી મિટિંગમા મેમ્બરશિપ રજિસ્ટ્રેશન, એસોસિએશનનો સુંદર લોગો, લેટરપેડ તથા આઈકાર્ડ બનાવવાનું અને દર ચાર મહિને મિટિંગ કરવી સહિતની બાબતે ચર્ચા કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

- text

હાલ એસોસિએશનમા જોડાવા માટેનું મેમ્બરશીપ રજિસ્ટ્રેશન ફોર્મ મહાવીર સ્વીટ માર્ટ, શનાળા રોડ અને બાપાસીતારામ ડેરી ફાર્મ, રવાપર રોડ ખાતેથી કરવામાં આવી રહ્યું છે. આ ફોર્મ ભરીને દુકાનદારોએ આગામી મિટિંગમા જમા કરાવવાનું રહેશે.

આ એસોસિએશનની કમિટીમાં પ્રમુખ તરીકે નિલેશભાઈ પટેલ, ઉપપ્રમુખ તરીકે ગીરીશભાઇ સોલંકી, મંત્રી તરીકે ધવલભાઈ કાલવડીયા, સહમંત્રી તરીકે આનંદભાઈ માંડલીયા તેમજ સલાહકાર કમિટીના સભ્યો તરીકે નવીનભાઈ, કિશોરભાઇ ત્રિવેદી, રાજુભાઇ, સંજયભાઈ સુખડીયા અને વિપુલભાઈ અમદાવાદીની નિમણૂક કરવામા આવી છે.

- text