મોરબી પંથકમા વરસાદી ઝાપટાનો દોર યથાવત

- text


ધીમીધારે આવતા ઝાપટાને કારણે ઠેર ઠેર કાદવ કીચડની સમસ્યા

મોરબી : મોરબી પંથકમાં આજે વરસાદી ઝાપટાનો દોર યથાવત રહ્યો છે. ધીમીધારે આવતા ઝાપટાને કારણે ઠેર ઠેર કાદવ કિચડની પણ સમસ્યા જોવા મળી રહી છે.

- text

મોરબી જિલ્લામા તાજેતરમાં પડેલા ભારે વરસાદ બાદ બીજા રાઉન્ડમાં હળવા ઝાપટા શરૂ થયા છે. જેમાં આજે સવારથી મોરબીમા 6 મિમી, વાંકાનેરમા 4 મિમી, હળવદમા 5 મિમી, માળિયામા 2 મિમી અને ટંકારામાં 7 મિમી વરસાદ નોંધાયો છે. આ હળવા વરસાદી ઝાપટાથી ઠેર ઠેર કાદવ કિચડની સમસ્યા સર્જાય હોવાની બુમરાળ પણ ઉઠી છે.

- text