મોરબી તા.પં.ના કારોબારી ચેરમેન દ્વારા ખેડુતને સહાય ચુકવવા કલેક્ટરને રજુઆત

મોરબી: અતિભારે વરસાદથી પાક નુકસાન તેમજ ખેતર ધોવાણ તાત્કાલિક સર્વ કરાવી ખેડૂત સહાય ચૂકવવા બાબતે તા.પં.ના કારોબારી ચેરમને જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું.

મોરબી જિલ્લામાં અતિ ભારે વરસાદથી મોરબી તાલુકાના ગામડામાં ઊભો પાક બળી ગયેલા તેમજ ખેડૂતના ખેતરોનું પણ ભારે ધોવાણ થયેલ હોય તો તાત્કાલિક નુકસાનો સર્વ કરવી ખેડૂતો ને થયેલ નુકશાનની સહાય ચૂકવવા તથા માંગણી સરકાર સુધી પહોંચાડવા સવિતાબેન જગજીવનભાઇ બોપલિયા,ચેરમેન કારોબારી સમિતિ તાલુકા પંચાયત મોરબી દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.